Health Tips: એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ અને રાત્રે રોટલી ખાવી કેટલી યોગ્ય? જાણો

How many chapatis should eat daily: રોટલી ભારતીયોના ભોજનનો જરૂરી ભાગ છે. રોટલી વગર ભારતીયોની થાળી અધૂરી લાગે છે. દેશના મોટા ભાગના વિસ્તારમાં બપોરે અને રાત્રે રોટલી ખાવાની ચલણ છે. રોટલીને લઈને કહેવામાં આવે છે કે તે ખાવાથી વજન વઘતું નથી. આ વાતો સિવાય શું તમે જાણો છો કે શરીરને સ્વસ્થ તથા ફિટ રાખવા માટે આપણે દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ? જો નહીં તો અમે આજે રોટલી સાથે જોડાયેલા કેટલાક મહત્વના સવાલના જવાબ આપવાના છીએ.


 

રોટલી વગર થાળી અધૂરી

1/6
image

ઘણા લોકોનું માનવું છે કે રોટલી ભાતની તુલનામાં વધુ ફાયદાકારક છે, તેના સેવનથી મોટાપો વધતો નથી. તેથી ઘણા લોકો લંચ કે ડિનરમાં ભરપૂર રોટલીઓ ખાતા હોય છે. જ્યારે નિષ્ણાંતો પ્રમાણે આ યોગ્ય નથી. પરંતુ જૂના જમાનાના વડીલો કહેતા હોય છે કે રોટલીને ગણીને ન ખાવી જોઈએ. 

સ્વાસ્થ્ય અને રોટલી

2/6
image

જો કે, તે યુગ એવો હતો કે જ્યારે ખાતર, પાણીથી લઈને હવા એટલું પ્રદૂષિત નહોતું. ખોરાકમાં રસાયણોનો ઉપયોગ બિલકુલ શૂન્ય હતો. જૈવિક ખાતરો દ્વારા જૈવિક પાકોનું ઉત્પાદન થતું હતું, પરંતુ વધતી જતી વસ્તી અનુસાર વધુ ઉત્પાદન માટે અપનાવવામાં આવતી પદ્ધતિઓ આયુર્વેદ, નેચરોપથી અને એલોપથીમાં માનનારાઓ દ્વારા પણ યોગ્ય માનવામાં આવતી નથી. આવી સ્થિતિમાં, જો તમે પણ રોટલીને ગણ્યા વગર ખાતા હોવ તો આ સમાચાર તમારા માટે છે.

એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ?

3/6
image

નિષ્ણાંતો પ્રમાણે પુરૂષો અને મહિલાઓ માટે રોટલીની માત્રા અલગ-અલગ હોય છે. ખોરાક પૂરો કરવાના નામ પર ગણતરી કર્યાં વગર રોટલી ખાવી યોગ્ય નથી. તેવામાં જે મહિલાઓનું ડાઇટ પ્લાન દિવસમાં 1400 કેલેરીનું સેવન કરવાનું છે, તે 2 રોટલી સવારે અને બે રોટલી રાત્રે ખાઈ શકે છે. જો કોઈ પુરૂષના ડાઇટ પ્લાનમાં 1700 કેલેરી છે, તો તે પોતાના લંચ અને ડિનરમાં ત્રણ-ત્રણ રોટલી લઈ શકે છે.

રાત્રે રોટલી ખાવી કેટલી યોગ્ય?

4/6
image

જો તમે રાત્રે રોટલી ખાવ છો તો તેને પચાવવામાં ઘણો સમય લાગે છે. તે બોડીમાં શુગર લેવલ વધારે છે. તેવામાં ડિનરમાં રોટલી ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી. તો રાત્રે તમારે આઠ વાગ્યા પહેલાં જરૂર ભોજન કરી લેવું જોઈએ. જે તમારા સ્વાસ્થ્ય માટે સારૂ છે. 

 

 

રોટલી કે ચોખામાં સૌથી સારૂ શું?

5/6
image

શરીરમાંથી ફેટ ઘટાડવા માટે કાર્બોહાઇડ્રેટથી દૂર રહેવું પડે છે. તેવામાં જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યાં છો તો ચોખા, બટાટા અને સુગરને અવોઇડ કરવી જોઈએ. 

 

 

રાત્રે કેટલી રોટલી ખાવી જોઈએ?

6/6
image

જો તમે રાત્રે રોટલી ખાઈ રહ્યાં છો તો 2થી વધુ રોટલી ખાવી જોઈએ નહીં. એટલું જ નહીં ભોજન કર્યાં બાદ થોડુ ચાલવું જોઈએ, જેથી રોટલીને પચાવવામાં સરળતા રહે. કારણ કે રોટલીમાં પણ સિમ્પલ કાર્બ છે તો તે તમારા મેટાબોલિઝ્મને ખરાબ કરી શકે છે. તેથી નિષ્ણાંતો રાત્રે રોટલીની જગ્યાએ ફાઈબરથી ભરપૂર ભોજન કરવાની સલાહ આપે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવાની સાથે જલદી પચી જાય છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તમે કોઈ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)