શરીર માટે જિમની કસરત સારી કે યોગા? શું છે બન્નેની ખાસિયતો જાણો વિગતવાર

નવી દિલ્લીઃ હાલ શિયાળાની શરૂઆત થઈ ચુકી છે. ધીરે ધીરે ઠંડીનો ચમકારો પણ વધી રહ્યો છે. જેથી હવે શિયાળાની સિઝનમાં ફિટનેસ લવર્સ પણ સવારે વહેલા ઉઠીને રનિંગ કે કસરત કરતા જોવા મળે છે. કેટલાંક લોકો જીમમાં જઈને પણ કસરત કરતા હોય છે. તો વળી કેટલાં લોકો પોતાના ઘરે કે ગાર્ડનમાં યોગ કરતા પણ જોવા મળે છે. ત્યારે એક સવાલ થાય કે, શરીરની ફિટનેસ માટે યોગ વધારે સારું કે જીમની કસરત? જાણીએ આ સવાલનો જવાબ...

શું વધારે સારું?

1/8
image

યોગા અને જિમ કસરત બંને શરીર માટે સારી માનવામાં આવે છે. જો કે, આપણે ઘણીવાર લોકોને એકબીજા સાથે દલીલ કરતા સાંભળીએ છીએ કે જિમ વધુ સારું છે અને યોગ વધુ સારું છે.

 

હેલ્ધી લાઈફ

2/8
image

જીમ અને યોગ બંને પ્રવૃત્તિઓ તમને સ્વસ્થ રાખે છે. પરંતુ બંનેનું કામ અને પરિણામ અલગ-અલગ છે. જો તમારે મસલ્સ વધારવા કે વજન ઓછું કરવું હોય તો તમારે જિમ જવું જોઈએ.

 

યોગ

3/8
image

જો તમે સંતુલન, લવચીકતા અથવા માનસિક શાંતિ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગો છો, તો તમારા માટે યોગ કરવું વધુ સારું રહેશે.

જિમ એક્સરસાઈઝ

4/8
image

તમારે જીમમાં કસરતોમાં વધુ મહેનત કરવી પડશે. જેના કારણે તમે જલ્દી થાકી જાઓ છો. યોગ કરવાથી શરીર રિલેક્સ મોડમાં આવે છે.

ઈનએક્ટિવ

5/8
image

જો તમે લાંબા સમયથી નિષ્ક્રિય છો તો તમારે સીધા જિમ ન જવું જોઈએ. તમારે યોગ કરવો જોઈએ. જો તમે તમારા શરીરની મુદ્રામાં સુધારો કરવા માંગતા હોવ અથવા સંધિવા જેવી સાંધા સંબંધિત સમસ્યાઓ હોય, તો તમારે યોગ કરવો જોઈએ.

ફિજિટલ એક્ટિવિટી

6/8
image

આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ છે.તેમાંથી છુટકારો મેળવવા માટે લોકો કેટલીક શારીરિક પ્રવૃત્તિ કરવા માંગે છે, પરંતુ શ્વાસ સંબંધી રોગોથી પીડિત લોકો અને હૃદયના દર્દીઓએ વધુ પડતી શારીરિક પ્રવૃત્તિ ન કરવી જોઈએ. તેઓએ યોગ કરવા જોઈએ.

શરીરના અંગોને ટાર્ગેટ કરે છે

7/8
image

યોગ તમારા શરીરના અંંદરના અંગોને પણ ટાર્ગેટ કરે છે. જ્યારે જિમ તમારી કાર્ડિયોવૈસ્કુલર હેલ્થ અને ટોનિંગ પર ફોક્સ કરે છે. એટલેકે, બાહ્ય દેખાવ અને મસસ્લ પર ફોકસ કરે છે.

 

disclaimer:

8/8
image

અહીં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.