Badam Halwa: ઠંડીમાં શરીરને ફાયદો કરે એવા બદામના હલવાની નોંધી લો રીત, તબિયત રહેશે ટનાટન

Badam Halwa Recipe: શિયાળાના ઠંડા ઠંડા વાતાવરણમાં જો ગરમાગરમ હલવો ખાવા મળી જાય તો વાત જ શું કરવી.. અને આ હલવો સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્યવર્ધક પણ હોય તો સોનામાં સુગંધ ભળી જાય. આજે તમને આવા જ પોષ્ટિક હલવાની રીત જણાવીએ.

Badam Halwa: ઠંડીમાં શરીરને ફાયદો કરે એવા બદામના હલવાની નોંધી લો રીત, તબિયત રહેશે ટનાટન

Badam Halwa Recipe: શિયાળાની ઋતુમાં ગરમાગરમ મીઠાઈ ખાવા મળે તો તેનાથી બેસ્ટ કાઈ ના હોય. ખાસ કરીને મીઠાઈમાં બદામનો હલવો સૌથી ખાસ હોય છે. આ ઋતુમાં બદામનો હલવો ખાવાથી સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે. બદામનો હલવો ઠંડીમાં શરીરને તાજગી અને એનર્જી આપે છે. આજે તમને રાજસ્થાની સ્ટાઇલમાં બદામનો હલવો કેવી રીતે બનાવવો તે જણાવીએ. 

બદામના હલવા માટેની સામગ્રી

બદામ - 1 કપ
ઘી - 1/2
દૂધ - 2 કપ
ખાંડ સ્વાદ અનુસાર 
એલચી પાવડર - 1/4 ચમચી
કેસરના તાંતણા - 8 થી 10
કાજૂ, કિશમિશ, પિસ્તા - જરૂર અનુસાર

બદામનો હલવો બનાવવાની રીત 

સૌથી પહેલા બદામને સારી રીતે ધોઈને પાંચથી છ કલાક માટે પાણીમાં પલાળો. ત્યાર પછી તેની છાલ કાઢીને તેને બારીક પીસી લો. હવે એક કઢાઈમાં ઘી ગરમ કરો અને તેમાં પીસેલી બદામને ધીમા તાપે શેકી લો. બદામ ભૂરા રંગની થઈ જાય ત્યાર પછી તેમાં દૂધ ઉમેરો. દૂધ અને બદામના મિશ્રણને બરાબર ઉકાળો. 

જ્યારે દૂધ અડધું થઈ જાય અને મિશ્રણ ઘટ્ટ થઈ જાય તો તેમાં ખાંડ ઉમેરો અને સારી રીતે હલાવો. જ્યારે ખાંડ બરાબર ઓગળી જાય ત્યારે તેમાં એલચી પાવડર અને કેસર ઉમેરો. હાલવામાં તમે ડ્રાયફ્રુટ પણ ઉમેરી શકો છો. પાંચથી દસ મિનિટ સુધી હલવાને પકાવો અને પછી ગેસ બંધ કરી ઢાંકી દો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news