ગુજરાતના આ જિલ્લામાં થશે વરસાદના એંધાણ! ભરશિયાળે અંબાલાલ પટેલની ધ્રુજાવતી આગાહી

Ambalal Patel Weather Forecast: રાજ્યમાં ઠંડીનું જોર યથાવત છે. જો કે હાલ પૂર્વના પવનો ફુંકાઈ રહ્યા હોવાથી આંશિક રીતે ઠંડીથી રાહત મળી છે. આ સાથે જ આવતા અઠવાડિયાથી લઘુત્તમ તાપમાનનો પારો ગગડતા કડકડતી ઠંડી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, ડિસેમ્બર મહિના કરતા આ જાન્યુઆરી મહિનામાં વધુ ઠંડી પડશે.

1/7
image

આ સાથે ફરી એકવાર હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. લૉ પ્રેશરના કારણે ત્રીજા સપ્તાહમાં વાદળિયું વાતાવરણ સર્જાવાની આગાહી છે. અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીની સાથે વરસાદની શક્યતા છે. જાન્યુઆરી મહિનામાં વાતાવરણમાં વારંવારમાં પલટો આવી શકે છે.

2/7
image

ઉત્તરાયણ નજીક આવતા જ પતંગરસિયાઓને એક જ ચિંતા સતાવતી હોય છે કે ઉત્તરાયણના બે દિવસ પવન રહેશે કે નહીં? આ ઉત્તરાયણ પર હવે પતંગરસિયાઓ માટે માવઠું પણ ચિંતા વધારે તેવી સ્થિતિ છે. અંબાલાલ પટેલે 12 થી 18 જાન્યુઆરી દરમિાયન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠુ થવાની આગાહી કરી છે. જો, ઉત્તરાયણ સમયે જ માવઠું થાય તો પતંગરસિયાઓની મોજ પર પાણી ફરી વળી શકે છે. માવઠાની આગાહી સાથે સાથે રાજ્યમાં કડકડતી ઠંડીની પણ આગાહી કરવામાં આવી છે.

3/7
image

શિયાળામાં ગુજરાતે એક માવઠાનો માર સહન કરી લીધો છે. પરંતુ હજુ રાજ્ય પર સંકટના વાદળો છવાયેલા છે. ગુજરાતમાં કમોસમી વરસાદ અંગે વધુ એક આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે. એ સમયે ઠંડીનો પારો ગગડશે. જાન્યુઆરી માસમાં હવામાનમાં ભારે પલટો આવશે. 1થી 4 જાન્યુઆરી દરમિયાન પશ્ચિમ હિમાલયના વિસ્તારમાં હળવાથી છૂટાછવાયા વરસાદની આગાહી છે. આગામી 4થી 8 જાન્યુઆરીમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડી શકે છે.   

4/7
image

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ, જાન્યુઆરી માસના ફક્ત ચાર જ દિવસ ઠંડીમાંથી રાહત મળશે ત્યારબાદ 5 જાન્યુઆરી 2025થી એક અતિશય ઠંડીનો રાઉન્ડ શરૂ થવાની શક્યતાઓ છે જે 15 જાન્યુઆરી સુધી એટલે કે લગભગ 11 થી 12 દિવસ સુધી ચાલુ રહેશે. જેમાં કેટલાક જિલ્લાઓમાં લાંબા ગાળા સુધી કોલ્ડવેવની પણ સંભાવના છે.

5/7
image

ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પાંચમહલના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી જેટલું રહેશે. વલસાડ અને જામનગરના ભાગોમાં ઠંડી પડવાની શકયતા રહેશે. કચ્છ, નલિયાના ભાગોમાં ન્યૂનતમ તાપમાન ઘણું ઘટી શકવાની સંભાવના રહેશે. ઉત્તરાયણના દિવસે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત તેમજ કચ્છ, પંચમહાલના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. કેટલાક ભાગોમાં છાંટા પડવાની શક્યતા રહેશે.

6/7
image

પહાડી રાજ્યોમાં ડિસેમ્બર બાદ જાન્યુઆરીમાં પણ ભારે હિમવર્ષા યથાવત રહી છે. જેના કારણે પ્રવાસીઓના દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયા છે. કેમ કે નવા વર્ષની ઉજવણી કરવા આવેલા તમામ પ્રવાસીઓની ટ્રીપ બરફ જોઈને વસૂલ થઈ ગઈ. ગુલમર્ગ હોય કે પટનીટોપ કે પછી મનાલી. પ્રવાસીઓના કારણે ઘાટીઓ ગુલઝાર થઈ ગઈ છે.

7/7
image

પહાડી રાજ્યોમાં ડિસેમ્બર બાદ જાન્યુઆરીમાં પણ ભારે હિમવર્ષા યથાવત રહી છે. જેના કારણે પ્રવાસીઓના દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયા છે. કેમ કે નવા વર્ષની ઉજવણી કરવા આવેલા તમામ પ્રવાસીઓની ટ્રીપ બરફ જોઈને વસૂલ થઈ ગઈ. ગુલમર્ગ હોય કે પટનીટોપ કે પછી મનાલી. પ્રવાસીઓના કારણે ઘાટીઓ ગુલઝાર થઈ ગઈ છે.