2025માં વક્રી ચાલમાં એક સાથે રાશિ પરિવર્તન કરશે પાપી ગ્રહો, 3 રાશિવાળાને જબરદસ્ત આકસ્મિક લાભ કરાવશે

વૈદિક જ્યોતિષ મુજબ રાહુ અને કેતુ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. જેનાથી 3 રાશિના જાતકોનો ભાગ્યોદય થઈ શકે છે. 

1/5
image

જ્યોતિષમાં રાહુ અને કેતુના પરિવર્તનને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે. રાહુ-કેતુ 2025માં રાશિ પરિવર્તન કરશે. રાહુ અને કેતુ હંમેશા વક્રી ચાલ ચલે છે. જ્યોતિષ શાસ્ત્રની ગણતરી મુજબ 18 વર્ષ બાદ રાહુ 18મી મેના રોજ મીન રાશિમાથી કુંભમાં ગોચર કરશે જ્યારે કેતુ પણ આ જ દિવસે કન્યામાંથી નીકળીને સિંહ રાશિમાં ગોચર કરશે. આવામાં આ વર્ષે થનારા રાહુ કેતુનું ગોચર કેટલીક રાશિઓ પર ખુબ પ્રભાવ પાડશે. જાણો કોના પર શુભ અને લાભકારી પ્રભાવ પડશે તે લકી રાશિઓ વિશે જાણો....  

કુંભ રાશિ

2/5
image

કુંભ રાશિવાળા માટે રાહુ અને કેતુનું ગોચર લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે રાહુ ગ્રહ તમારી રાશિથી લગ્ન ભાવ પર જ્યારે કેતુ ગ્રહ તમારી રાશિથી છઠ્ઠા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે. આથી આ દરમિયાન બૌદ્ધિક ક્ષમતા અને કાર્યકુશળતાનો તમને લાભ મળશે. આર્થિક મામલાઓમાં ચાલી રહેલી પરેશાનીઓથી તમને રાહત મળશે અને ધનલાભની તકો મળશે. કરિયરમાં ઊંચાઈની શોધમાં હશો તો તમને સફળતા મળશે. કોર્ટ કચેરીના કેસોમાં સફળતા મળી શકે છે. આ સાથે જ તમે ગુપ્ત શત્રુઓ પર વિજય મેળવવામાં સફળ રહેશો.   

કન્યા રાશિ

3/5
image

રાહુ અને કેતુના રાશિપરિવર્તનથી કન્યા રાશિના જાતકોને શુભ ફળ મળી શકે છે. કારણ કે કેતુ ત મારી રાશિથી લગ્ન  ભાવમાં ગોચર કરશે. જ્યારે રાહુ ગ્રહ તમારી રાશિથી છઠ્ઠા સ્થાન પર ગોચર કરશે. આથી આ દરમિયાન તમને કામકાજમાં પ્રગતિ થઈ શકે છે. આ સાથે જ શિક્ષણના ક્ષેત્રમાં કન્યા રાશિના જાતકો સફળતા મેળવશે. જે લોકો વિદેશ મુસાફરી અથવા વિદેશમાં કામ કરવા માટે ઈચ્છુક હોય તેમને પ્રયત્નોના કરવાના મામલે સફળતા મળી શકે છે. ઈચ્છા પૂર્તીનો સમય રહેશે. આ સમયગાળામાં ધનનું સેવિંગ કરવામાં સફળ રહેશો. 

વૃષભ રાશિ

4/5
image

રાહુ અને કેતુનું ગોચર વૃષભ રાશિવાળા માટે શુભ સિદ્ધ થઈ શકે છે. કારણ કે રાહુ ગ્રહ તમારી રાશિથી કર્મ ભાવ પર ગોચર કરશે. આથી આ દરમિયાન બેરોજગાર લોકોને નોકરી મળી શકે  છે. આ સાથે જ પૈતૃક સંપત્તિ સંબંધિત વિવાદોનું સમાધાન નીકળશે. જે લોકો ઘર કે ફ્લેટનું સપનું જોઈ રહ્યા હશો તો તે પૂરું થઈ શકે છે. આ દરમિયાન નોકરીયાત લોકોની પદોન્નતિ થઈ શકે છે. આ સાથે જ આ સમય દરમિયાન વેપારીઓને સારો ધનલાભ થઈ શકે છે. 

Disclaimer:

5/5
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.