બહેરા સાપનું મદારી સામે નાચવાનું રહસ્ય : ફિલ્મોમાં તો ખોટું બતાવે છે, આ છે અસલી માહિતી

how does a snake dance : સાપ નાચે છે કેવી રીતે? આ સીન તમે ઘણી ફિલ્મોમાં જોયો હશે... પરંતુ આ પાછળ એક રસપ્રદ માહિતી છુપાયેલી છે 
 

બહેરા સાપનું મદારી સામે નાચવાનું રહસ્ય : ફિલ્મોમાં તો ખોટું બતાવે છે, આ છે અસલી માહિતી

how do snakes dance to  the tune of the lute : ફિલ્મોમાં એવું બતાવાયું છે કે, બિનના સહારે સાપ નાચે છે. મદારી બિન વગાડે એટલે સાપ નાચલા વાગે છે. શહેર અથવા કોઇ વસતીમાં તમે મદારીને બીન વગાડતા જોયો હશે. જેમાં બિનના અવાજની સાથે સાથે સાપ પોતાની ગરદનના સહારે નાચે છે. પરંતુ શું તમને ખબર છે કે સાપ તો બહેરો હોય છે. તો અહી સવાલ એ છે કે, સાપ તો બહેરો હોય છે તો બિનની ધૂન પર નાચે છે કેવી રીતે. એના કરતા પણ મોટા સવાલ એ છે કે, સાપ ખરેખર નાચે છે.??

આનો જવાબ છે કે, સાપ ક્યારેય નાચતો નથી! તે માત્ર બિનના આધારે પોતાનું શરીર હલાવે છે. કારણ કે, બિન ઉપર કાંચના ટૂકડા ચોંટાડેલા હોય છે. 

આમ તો ઘણી ફિલ્મોમાં પણ આ સીન જોયો હશે. ત્યારે તમને જણાવી દઇએ કે, સાપ ક્યારેય નાચતો નથી તે બિનની મૂવમેન્ટના આધારે પોતાના શરીરને હલાવે અને આ હરકતથી સાપ નાચતો હોય તેવું લાગે છે.

આ સિવાય એક રસપ્રદ માહિતી એ પણ છે કે, કેટલાક બિન ઉપર કાંચના ટૂકડા ચોંટાડવામાં આવે છે. જ્યારે બિન પર પ્રકાશ પડે છે ત્યારે ચમક આવે છે અને સાપ તાત્કાલિક હરકતમાં આવે છે. જેના કારણે તે પોતાના શરીરનું હલનચલન વધારે છે.

સૌથી છેલ્લે એ પણ જણાવી દઇએ કે, ઘણી વખત સાપ ફેણ ફૂલાવે છે. કારણ કે, તેને ડર મહેસૂસ થાય છે. જો કે, આ વાત સામાન્ય કહી શકાય. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news