સફેદ વાળની સમસ્યાથી છો પરેશાન? ખોટા અખતરા કર્યા વિના અપનાવો આ પ્રોપર ઉપાય

સફેદ વાળની સમસ્યાથી છો પરેશાન? ખોટા અખતરા કર્યા વિના અપનાવો આ પ્રોપર ઉપાય

નવી દિલ્લીઃ આપણાં માથાના વાળ એ આપણને સુંદર બનાવે છે. એક પ્રકારે કોઈપણ વ્યક્તિને એક જાતની ઓળખ આપે છે. માથાના વાળની માવજત પણ એટલી જ જરૂરી છે. જો તમે યોગ્ય સમયે અને યોગ્ય રીતે યોગ્ય વસ્તુઓનું ધ્યાન રાખીને માથાના વાળની માવજત ન કરો તો પછી આગળ જતાં તકલીફ પડી શકે છે.

હેર ટ્રાન્સપ્લાન્ટ અને હેર ટ્રીટમેન્ટમાં તગડી રકમ વસૂલવામાં આવે છે અને તેમ છતાંય યોગ્ય પરિણામ મળતું નથી. તેથી સમય રહેતાં ચેતી જવાની અને યોગ્ય ઉપાય કરવાની જરૂર છે. આ આર્ટિકલમાં તમને તમારી સમસ્યા અંગે સમાધાન સુચવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે, કોઈપણ પ્રયોગ કરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી આવશ્યક છે.

એક સમય એવો હતો કે, જ્યારે વાળ સફેદ થવાનો સંબંધ ઉંમર સાથે હતો, પરંતુ આજકાલ તે એક સામાન્ય સમસ્યા છે. હવે લોકોના વાળ નાની ઉંમરમાં જ સફેદ થવા લાગ્યા છે. તમે જુઓ છો કે, બાળકોના વાળ પણ નાની ઉંમરે સફેદ થઈ જાય છે. વાળ સફેદ થવાની અસર આપણા આત્મવિશ્વાસ પર પણ પડે છે. આવી સ્થિતિમાં, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે, સમયસર તેમના પર ધ્યાન આપવામાં આવે અને આ સમસ્યાને જડમાંથી ખતમ કરી દેવી જોઈએ. આ માટે કેટલાક ઉપાયો તમને મદદ કરશે.

શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ?
હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, જીવનમાં તણાવ વધવાથી સ્વાસ્થ્યની સાથે વાળને પણ નુકસાન થાય છે. જો કે, કેટલાક ઘરેલું ઉપચારની મદદથી, તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો અને તમારા વાળને કુદરતી રીતે ફરીથી કાળા કરી શકો છો.

વાળ સફેદ થવાનું કારણ?
1.ખરાબ જીવનશૈલી
2. હોર્મોનલ ફેરફારો
3. ખોટી હેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો
4. મેલાનિન પિગમેંટનો ઘટાડો

શું છે મેલાનિન પિગમેંટ?
મેલેનિન પિગમેન્ટ આપણા વાળના મૂળના કોષોમાં જોવા મળે છે અને આ આપણા વાળને કાળા બનાવવાનું કામ કરે છે. જ્યારે મેલાનિનનું ઉત્પાદન ઘટે છે, ત્યારે વાળ સફેદ થવા લાગે છે. આવી સ્થિતિમાં કેટલાક જરૂરી પગલાં લેવા જરૂરી છે.

નેચરલ રીતે વાળના કાળા કરવાના 3 ઉપાયઃ 
1. ચા પત્તી-

ચાની પત્તી વાળના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિપુલ પ્રમાણમાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો છે, જે વાળના સ્વાસ્થ્ય માટે આવશ્યક તત્વ છે. તમે પહેલા ચાના પાંદડાને પાણીમાં ઉકાળો અને તેને ઠંડુ થવા માટે છોડી દો. જ્યારે પાણી ઠંડુ થઈ જાય તો તેને વાળના મૂળમાં લગાવો અને થોડીવાર મસાજ કરો. લગભગ એક કલાક પછી વાળને સામાન્ય પાણીથી ધોઈ લો. આ પછી, તમારે બીજા દિવસે તમારા વાળને શેમ્પૂ કરવું જોઈએ.

2. મેથીદાણા-
આમળા ઉપરાંત મેથી પણ કુદરતી રીતે વાળને કાળા કરી શકે છે. મેથીમાં આવા ઘણા પોષક તત્વો હોય છે, જે વાળને કાળા રાખવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે તમે બે ચમચી મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે તેને પીસીને વાળના મૂળમાં લગાવો. જો તમે ઈચ્છો તો તેને નારિયેળ અથવા બદામના તેલમાં મિક્સ કરીને વાળમાં હેર પેક તરીકે પણ વાપરી શકો છો.

3. આમળા-
આમળા વાળના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. આમળામાં આયર્ન, વિટામિન સી, ઝિંક અને એન્ટીઑકિસડન્ટ ગુણો પણ ભરપૂર હોય છે, જે વાળની ​​મજબૂતાઈ, કાળાશ જાળવવા અને ખરતા અટકાવવા માટે જરૂરી તત્વો છે. આમળાનો ઉપયોગ મહેંદી સાથે કરી શકાય છે. તમે તાજા આમળાનો રસ વાળના મૂળમાં પણ લગાવી શકો છો. તેનો પાઉડર પેસ્ટ બનાવીને પણ વાપરી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news