LPG Price Hike: એલપીજી ગ્રાહકોને મોટો ફયકો! જાણો ક્યારથી વધી શકે છે રાંધણ ગેસના ભાવ

LPG Price Hike: વૈશ્વિક સ્તર પર ગેસની અછત થવાથી સામાન્ય જનતાને ઝટકો લાગી શકે છે. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, આ કારણથી સીએનજી, પીએનજી અને વિજળીના ભાવમાં વધારો થઈ શકે છે. વાહન ચલાવવાની સાથે ફેક્ટરીઓમાં ઉત્પાદનનો ખર્ચ પણ વધી શકે છે.

LPG Price Hike: એલપીજી ગ્રાહકોને મોટો ફયકો! જાણો ક્યારથી વધી શકે છે રાંધણ ગેસના ભાવ

નવી દિલ્હીઃ વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય જનતાને ફરી એકવાર ઝટકો લાગી શકે છે. પેટ્રોલ અને ડીઝલ બાદ હવે એલપીજી પણ ગ્રાહકોના ખિસ્સા ઢીલા કરી શકે છે. એપ્રિલથી રાંધણ ગેસ વધુ મોંઘો થઈ શકે છે. દુનિયાભરમાં ગેસની ભારે અછત છે અને એપ્રિલથી તેની અસર ભારતમાં પણ જોવા મળી શકે છે. જેના કારણે અહીંયા પણ ગેસના ભાવ બમણા થઈ શકે છે.

વૈશ્વિક સ્તર પર ગેસની અછત
વૈશ્વિક સ્તર પર ગેસની અછતને કારણે સીએનજી, પીએનજી અને વીજળીના ભાવમાં વધારો થશે. આ સાથે વાહન ચલાવવાની સાથે કારખાનાઓમાં ઉત્પાદન ખર્ચ પણ વધી શકે છે. સરકારના ફર્ટિલાઈઝર સબસિડી બિલમાં પણ વધારો થઈ શકે છે. એકંદરે આ બધાની અસર સામાન્ય ઉપભોક્તા પર જ થવાની છે.

માંગ અનુસાર પુરવઠો નથી
રશિયા, યુરોપને ગેસ સપ્લાયનો મુખ્ય સ્ત્રોત છે, એટલે કે યુક્રેન સંકટને કારણે તે પ્રભાવિત થઈ શકે છે. વૈશ્વિક અર્થતંત્ર ચોક્કસપણે કોરોના મહામારીના પ્રકોપમાંથી બહાર આવી રહ્યું છે. પરંતુ વિશ્વભરમાં ઊર્જાની વધતી માંગને કારણે તેનો પુરવઠો ઘટી શકે છે. આ જ કારણ છે કે ગેસના ભાવમાં ઘણો વધારો થયો છે.

સ્થાનિક ભાવમાં ફેરફાર બાદ જોવા મળશે અસર
યુક્રેન સંકટને કારણે યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે, જેની અસર ચારે બાજુ દેખાઈ રહી છે અને હવે ગેસ પર પણ અસર થઈ શકે છે. વૈશ્વિક સ્તરે ગેસની અછતની અસર એપ્રિલથી દેખાશે, જ્યારે સરકાર કુદરતી ગેસના સ્થાનિક ભાવમાં ફેરફાર કરશે. નિષ્ણાતોના મતે તેને 2.9 ડોલર પ્રતિ એમએમબીટીયૂથી વધારીને 6 થી 7 ડોલર કરી શકાય છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જણાવ્યા અનુસાર, ઊંડા સમુદ્રમાંથી ગેસની કિંમત 6.13 ડોલરથી વધીને લગભગ 10 ડોલર થશે. કંપની આવતા મહિને કેટલાક ગેસની હરાજી કરશે. આ માટે તેમણે ફ્લોર પ્રાઇસને ક્રૂડ ઓઇલ સાથે જોડ્યું છે, જે હાલમાં 14 ડોલર પ્રતિ એમએમબીટીયૂ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news