Balanced Diet: 40 પછીની ઉંમરે પણ દેખાવ અને સ્વાસ્થ્યથી રહેવું હોય મલાઈકા જેવું તો ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ

Balanced Diet: વધતી ઉંમરે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો 40 વર્ષની ઉંમર પછી પણ વૃદ્ધત્વની અસરોને ઓછી કરી શકાય છે. વધતી ઉંમરની અસરને જો ઓછી કરવી હોય તો વ્યક્તિએ પોતાની ડાયેટ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. 

Balanced Diet: 40 પછીની ઉંમરે પણ દેખાવ અને સ્વાસ્થ્યથી રહેવું હોય મલાઈકા જેવું તો ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ

Balanced Diet: વધતી ઉંમરનું ટેન્શન દરેક વ્યક્તિને રહે છે. ઉંમર વધવા લાગે એટલે શરીરમાં ઘણા બધા ફેરફાર જોવા મળે છે. વધતી ઉંમરની અસર ચહેરા પર પણ દેખાય છે અને શરીરના અંગો પર પણ દેખાય છે. ઉંમરની સાથે વ્યક્તિનું શરીર અંદર અને બહાર બંને રીતે બદલવા લાગે છે. પરંતુ જો વધતી ઉંમરે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો 40 વર્ષની ઉંમર પછી પણ વૃદ્ધત્વની અસરોને ઓછી કરી શકાય છે. વધતી ઉંમરની અસરને જો ઓછી કરવી હોય તો વ્યક્તિએ પોતાની ડાયેટ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. એવી કેટલીક વસ્તુઓ છે જેને પોતાની ડાયેટમાં સામેલ કરવાથી વધતી ઉંમરની અસરને ઘટાડી શકાય છે. ખાસ કરીને જે લોકો 40 વર્ષની નજીક પહોંચ્યા છે તેમણે પોતાના આહારમાં આ પાંચ વસ્તુઓનો સમાવેશ તો કરવો જ જોઈએ.

ડ્રાયફ્રુટ્સ

40 વર્ષની ઉંમર પછી શરીરમાં અલગ અલગ પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે. ખાસ કરીને લોકોનું વજન વધવા લાગે છે અને તેના પછી ઘણી બધી બીમારીઓ પણ થવા લાગે છે. જો આ સમસ્યાને દૂર કરવી હોય તો રોજ સવારે ડ્રાયફ્રુટ નું સેવન કરવું જોઈએ તેનાથી શરીરને શક્તિ મળે છે.

દાળ

વધતી ઉંમરની અસરને ઘટાડવી હોય તો આહારમાં દાળ અને કઠોળનું સેવન વધારે પ્રમાણમાં કરવું જોઈએ. દાળ અને કઠોળમાં ફાઇબર અને વિટામિન્સ હોય છે જે શરીર માટે ફાયદાકારક છે તેનાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે.

ફિશ

વધતી ઉંમરે માછલીને પોતાની ડાયટમાં સામેલ કરવી જરૂરી છે તેનાથી હાર્ટ સંબંધિત સમસ્યાઓ ઘટી જાય છે સાથે જ કેન્સર અને ડાયાબિટીસ થવાનું જોખમ પણ ઘટે છે. 

ફળ અને લીલા શાકભાજી

વધતી ઉંમરે ફળ અને લીલા શાકભાજી નું સેવન પણ ભરપૂર પ્રમાણમાં કરવું જોઈએ કે આંતરડાને સ્વસ્થ રાખે છે અને હાડકાને પણ મજબૂત બનાવે છે સાથે જ જરૂરી પોષક તત્વો પણ શરીરને મળે છે જે વધતી ઉંમરે ખૂબ જ જરૂરી હોય છે.

પાણી

ત્વચા પર દેખાતી વધતી ઉંમરની અસરોને દૂર કરવા માટે પાણી ખૂબ જ જરૂરી છે. વધતી ઉંમરે ભરપૂર માત્રામાં પાણી પીવું જોઈએ તેનાથી ડીહાઇડ્રેશનની સમસ્યા થતી નથી અને પાચનતંત્ર માટે પણ તે સારું રહે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news