Diwali 2022: દિવાળીમાં ઘરની સાફસફાઈમાં આ ઝેરી કીડો દેખાય તો સમજો કે રૂપિયા આવશે
Diwali Cleanliness: દિવાળી પહેલા દરેક ઘરોમાં સાફ સફાઈ કરાતી હોય છે, આ દરમિયાન કીડા-મકોડા પણ દેખાય છે. પરંતું ઘરમાં દેખાતું એક જીવ શુભ સંકેત આપે છે
Trending Photos
Scorpion Sighting on Diwali: ઓક્ટોબર મહિનાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે નવરાત્રિ પૂરી એટલે જોરશોરથી દિવાળીની શરૂઆત થઈ જશે. આવામાં લોકો સાફ-સફાઈ કામથી દિવાળીની તૈયારીઓ શરૂ કરે છે. કેટલાક લોકો રંગરોગાન કરાવે છે. ઘરોમાં સાફ-સફાઈ દરમિયાન જાળા ઉતારવાનું પણ કામ થાય છે. તો કેટલાક જીવડા પણ નીકળે છે. જેને પકડીને ઘરની બહાર કાય છે. પરંતુ આજે તમને એક એવા જીવ વિશે બતાવીશું, જે ઘરમાં સાફસફાઈ દરમિયાન દેખાય તો ગભરાશો નહિ, તે શુભ સંકેત ગણાય છે.
શુભ સંકેત
ઘરમાં સાફસફાઈ કરતા સમયે જો વીંછી દેખાવવું શુભ સંકેત ગણાય છે. તેનો મતલબ એ છે કે, તમને બહુ જ જલ્દી રૂપિયા મળવાના છે. ઘરમાં વીંછીની નીકળવું બહુ જ શુભ ગણાય છે. તેનો અર્થ એ થાય છે કે તમારા પર મા લક્ષ્મીની કૃપા વરસશે.
નુકસાન ન પહોંચાડો
જો તમને દિવાલની સફાઈ કરતા સમયે કે ખૂણામાં વીંછી દેખાય તો તેને હળવેથી પકડી ઘરની બહાર કરજો. કારણ કે ઘન લાભ થવાના સંકેત છે. ઘરમાં વીંછીના નીકળવું બહુ જ શુભ ગણાય છે. તેનો મતલબ એ કે, મા લક્ષ્મી તમારા પર કૃપા વરસાવશે. વીંછી સામે દેખાય તો તેની સામે હાથ જોડો અને કોઈ સુરક્ષિત જગ્યા પર મૂકી દો.
વેપારમાં ધનલાભ થશે
દિવાળીના સમય પર ઘરમાં પીળા રંગના વીંછી દેખાવવું સારા સંકેત માનવામાં આવે છે. તેના દેખાયા બાદ આવનારા સમયમાં વેપારમાં લાભ થઈ શકે છે. નોકરી કરનારાઓને સારું પ્રમોશન મળશે. ઘરની આર્થિક તંગી દૂર થાય છે અને ઘનની પ્રાપ્તિ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે