Winter Skin Care: શિયાળામાં વધી જતી ત્વચાની ડ્રાયનેસને દુર કરવા આ 3 રીતે ઉપયોગ કરો ગ્લિસરીનનો
Winter Skin Care: જો તમારે ત્વચાની ડ્રાયનેસથી કાયમી મુક્તિ મેળવવી હોય તો શિયાળાની શરુઆતથી જ સ્કીન કેર રુટીનમાં ગ્લિસરીનનો ઉપયોગ કરો. જો તમે શિયાળામાં ત્વચાની સંભાળ માટે ગ્લિસરીનનો ઉપયોગ કરો છો તો તેનાથી ત્વચાની ડ્રાયનેસ દુર કરવામાં મદદ મળે છે.
Trending Photos
Winter Skin Care: શિયાળો શરૂ થતાની સાથે જ ત્વચાની ડ્રાયનેસ સહિતની અનેક સમસ્યાઓ શરૂ થઈ જાય છે. તેના કારણે ત્વચા પર ડેડ સ્કીનની ફોતરી દેખાવા લાગે છે. ઘણીવાર ડ્રાયનેસના કારણે ત્વચા પર ખંજવાળ અને બળતરાની સમસ્યા પણ થવા લાગે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે લોશન, ક્રીમ અને મોઈશ્ચરાઈઝર સહિત વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ તે પણ થોડા સમય માટે જ અસર કરે છે.
પરંતુ જો તમારે ત્વચાની ડ્રાયનેસથી કાયમી મુક્તિ મેળવવી હોય તો શિયાળાની શરુઆતથી જ સ્કીન કેર રુટીનમાં ગ્લિસરીનનો ઉપયોગ કરો. જો તમે શિયાળામાં ત્વચાની સંભાળ માટે ગ્લિસરીનનો ઉપયોગ કરો છો તો તેનાથી ત્વચાની ડ્રાયનેસ દુર કરવામાં મદદ મળે છે. તો ચાલો તમને જણાવીએ કે તમે શિયાળામાં ગ્લિસરીનનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે.
શિયાળામાં સ્કીન કેરમાં ગ્લિસરીનનો ઉપયોગ
આ પણ વાંચો:
બજારમાંથી લાવેલું ઘી અસલી છે કે નકલી જાણવું હોય તો કરો આ 4 ટેસ્ટ, તુરંત પડી જશે ખબર
ગ્લિસરીન અને એલોવેરા
શિયાળામાં ત્વચા પર ચમક જાળવી રાખવા માટે ગ્લિસરીન માં એલોવેરા મિક્સ કરી ઉપયોગમાં લઈ શકો છો. તેનો ઉપયોગ કરવા માટે ગ્લિસરીનમાં એક ચમચી એલોવેરા જેલ મિક્સ કરો અને પછી આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો. તેને 15 મિનિટ માટે સ્કીન પર રહેવા દો. પછી ચહેરો સ્વચ્છ પાણીથી ધોઈ લો.
ગ્લિસરીન અને મધ
શિયાળામાં ત્વચાને મોઈશ્ચર આપવા માટે ગ્લિસરીન અને મધને સમાન માત્રામાં મિક્સ કરી એક સોલ્યુશન બનાવો. તેને તમારા ચહેરા પર લગાવો અને 20 મિનિટ માટે રાખો. ત્યારબાદ પાણીથી ચહેરો સાફ કરો. તેનાથી તમારા ચહેરાની ડ્રાયનેસ દુર થઈ જશે અને ગ્લો વધશે.
ગ્લિસરીન અને ગુલાબ જળ
ત્વચાની ડ્રાયનેસ દુર કરવા માટે તમે ગ્લિસરીન અને ગુલાબજળનો પણ ઉપયોગ કરી શકો છો. તેના માટે આ બંને વસ્તુઓને સમાન માત્રામાં મિક્સ કરો. ત્યારપછી ચહેરા તેને ચહેરા પર અપ્લાય કરો. આ મિશ્રણ લગાવ્યા બાદ ત્વચા પર ગ્લો સ્પષ્ટ રીતે દેખાશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે