Tulsi kadha: તુલસીનો ઉકાળો વજન ઘટાડવામાં કરશે મદદ, જાણો બનાવવાની રીત અને તેના ફાયદા

Tulsi kadha Benefits: તુલસીમાંથી ગુણકારી કાઢો બનાવી શકાય છે. આ કાઢો ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. તો ચાલો જાણીએ આ કાઢો કેવી રીતે બનાવવો અને તેને પીવાથી થતા ફાયદાઓ વિશે.

Tulsi kadha: તુલસીનો ઉકાળો વજન ઘટાડવામાં કરશે મદદ, જાણો બનાવવાની રીત અને તેના ફાયદા

Tulsi kadha Benefits: જો તમે વજન ઘટાડવા માંગો છો તો તુલસી તમારા માટે પરફેક્ટ ઔષધી સાબિત થશે.. તુલસી એવું સુપરફુડ છે જે વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. ઔષધીય ગુણોથી ભરપૂર તુલસી મેટાબોલિઝમને બુસ્ટ કરે છે અને શરીરની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. વજન ઘટાડવા ઉપરાંત શરીરની અન્ય સમસ્યામાં પણ તુલસી ફાયદો કરે છે. તો ચાલો તમને જણાવીએ ઝડપથી વજન ઘટાડવા માટે તુલસીનો ઉકાળો કેવી રીતે બનાવવો ?

વજન ઘટાડવા માટેનો તુલસીનો ઉકાળો 

વજન ઘટાડવા માંગતા હોય તો તુલસીના થોડા પાન તોડી અને તેને સાફ કરવા. ત્યાર પછી એક વાસણમાં એક ગ્લાસ પાણી ઉકાળવા મૂકો. તેમાં તુલસીના પાન, બે કાળા મરી, શેકેલું જીરું અને થોડા સૂકા ધાણા ઉમેરવા. આ પાણીને સારી રીતે ઉકાળવું. પાણી અડધું થઈ જાય પછી તેમાં નમક ઉમેરીને ગેસ બંધ કરી દેવો. આ પાણી હુંફાળું હોય ત્યારે તેનું સેવન કરવું. 

તુલસીનો ઉકાળો ક્યારે પીવો? 

વજન ઘટાડવા માટે તુલસીનો ઉકાળો સવારે ખાલી પેટ અથવા તો બપોરે 3 કલાક આસપાસ પીવો. આ બંને સમય એવા હોય છે જ્યારે આપણું મેટાબોલિઝમ પ્રિપેર થઈ રહ્યું હોય છે. આ સમયે તુલસીનો ઉકાળો પીવાથી મેટાબોલિક રેટ સુધરે છે. ત્યાર પછી તમે જે પણ ખાવ છો તે સારી રીતે પચે છે અને ચરબી બનતી નથી. 

તુલસીનો ઉકાળો પીવાના 3 અન્ય ફાયદા 

1. તુલસીનો ઉકાળો પીવાથી બોડી ડીટોક્ષ કરવામાં મદદ મળે છે. તુલસીમાં ફ્લેવેનોઈડ્સ અને એન્ટી ઓક્સીડન્ટ હોય છે જે શરીરને ડીટોક્ષ કરે છે. એટલે કે શરીરમાં જામેલા વિષાક્ત પદાર્થને બહાર કાઢવામાં મદદ કરે છે. 

2. તુલસીનો ઉકાળો સ્કીન માટે પણ ફાયદાકારક છે. આ ઉકાળો પીવાથી ત્વચા સાફ રહે છે અને ડાઘ તેમજ કાળી ઝાંઈ ઓછી થાય છે. તુલસીનો ઉકાળો એન્ટી બેક્ટેરિયલ ગુણથી ભરપૂર હોય છે જે ત્વચાના એક્નેની સમસ્યાના દૂર કરે છે 

3. વાળ માટે પણ તુલસીનો ઉકાળો ફાયદાકારક છે. તેને પીવાથી ખરતા વાળની સમસ્યા ઓછી થઈ જાય છે. આ રીતે તૈયાર કરેલો તુલસીનો ઉકાળો પીવાથી વાળ હેલ્ધી રહે છે અને સ્કેલ્પ પણ સાફ રહે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news