Big Breaking: બોલીવુડ એક્ટર સૈફ અલી ખાન પર ચાકુથી હુમલો, ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં દાખલ


Bollywood actor Saif Ali Khan: બોલીવુડ એક્ટર સૈફ અલી ખાનને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સૈફ અલી ખાન પર તેના જ ઘરમાં ચાકુ વડે હુમલો થયો છે. ઘાયલ હાલતમાં સૈફ અલી ખાનને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

Big Breaking: બોલીવુડ એક્ટર સૈફ અલી ખાન પર ચાકુથી હુમલો, ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં દાખલ

Bollywood actor Saif Ali Khan: બોલીવુડ એક્ટર સૈફ અલી ખાનને લઈને એક ચોંકાવનારી ખબર સામે આવી છે. સૈફ અલી ખાન પર મોડી રાત્રે ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો છે. ઘાયલ અવસ્થામાં સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે. 

આ અંગે મળતી જાણકારી અનુસાર ગત મોડી રાત્રે સૈફ અલી ખાન અને કરીના કપૂરના બાંદ્રા સ્થિત ઘરમાં ચોર ઘૂસી ગયા હતા. આ દરમિયાન એક ચોરે સૈફ અલી ખાન પર ચાકુથી હુમલો કરી દીધો. હુમલાના કારણે એક્ટર ઘાયલ થયો છે. હાલ સૈફ અલી ખાનની હાલત સ્થિર હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બની તે સમયે કરીના કપૂર ખાન, તૈમૂર અને જેહ પોતાના રુમમાં સુતા હતા. ઘરના અન્ય લોકો સુરક્ષિત હોવાનું પણ સામે આવ્યું છે. જો કે પરિવાર તરફથી આ મામલે કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

આ મામલે પોલીસમાં કેસ નોંધાવવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ સૈફ અલી ખાનની લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસ તરફથી આપેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે મોડી રાત્રે 2 કલાક આસપાસ એક અજાણી વ્યક્તિ સૈફ અને કરીનાના ઘરમાં ઘુસી ગઈ હતી અને તેણે એક્ટર પર ચાકુથી હુમલો કર્યો. 

પોલીસના નિવેદન અનુસાર એક વ્યક્તિ મોડી રાત્રે સૈફ અલી ખાનના ઘરમાં ઘુસી હતી અને તેની નોકરાણી સાથે ઝઘડો કરવા લાગ્યો. જ્યારે અભિનેતા તે વ્યક્તિને પકડવા ગયો તો તેણે સૈફ અલી ખાન પર જ હુમલો કરી દીધો. નોકરાણીએ તુરંત જ ઘરના લોકોને જગાડ્યા. ત્યાં સુધીમાં તે વ્યક્તિ ઘરમાંથી ફરાર થઈ ગઈ. આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news