હવે ગુજરાતમાં આવશે વાતાવરણમાં પલટો! આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, આ સિસ્ટમ કરશે 'તહસનહસ'
Ambalal Patel forecast: ગુજરાતમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં ઠંડા પવનો ફૂંકાવાને કારણે કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો. જોકે, ગુજરાતમાં આજથી હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. આ સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળો જોવા મળી શકે છે.
હાલ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને તેના કારણે ગુજરાતના પાડોશી રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિસ્ટમ આવતાની સાથે જ ગુજરાતના હવામાનમાં પણ ફેરફાર જોવા મળશે અને કેટલાક વિસ્તારોમાં વાદળો દેખાશે તથા પવનની દિશામાં પણ ફેરફાર થઈ શકે છે.
16 જાન્યુઆરીથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઠંડી ઘટવાની શરૂઆત થઈ શકે છે. ગુજરાતના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. ત્યારબાદ બેથી ત્રણ સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. 17 જાન્યુઆરીથી રાજ્યના કેટલાક વિસ્તારમાં ધુમ્મસ જોવા મળે તેવી શક્યતા છે. 17 જાન્યુઆરી બાદ ગુજરાતના તાપમાનમાં વધારો થશે અને મોટાભાગના વિસ્તારોમાં ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે. દક્ષિણ, પૂર્વ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળો દેખાશે. હાલ ગુજરાતમાં સાત દિવસ વરસાદની કોઈ શક્યતા નથી.
20 જાન્યુઆરી પછી પણ ઠંડીનું પ્રમાણ રહેવાનું છે. જોકે, હજુ પણ એક માવઠાની શક્યતા છે. તે પછી પણ ઠંડી પડવાની છે. 18થી 23 જાન્યુઆરી વચ્ચે એક માવઠું પણ થવાનું છે. આ માવઠા પછી પણ ઠંડીનો દોર ચાલુ રહેશે. જાન્યુઆરી મહિનામાં તો સંપૂર્ણપણે ઠંડી જોવા મળશે. ફેબ્રુઆરી મહિનામાં પણ ગયા વર્ષની સરખામણીએ ઠંડી જોવા મળશે.'
ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વની દિશામાં પવન ફૂંકાઈ રહ્યો છે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેવાનું અનુમાન આપ્યું છે. આજે શહેરમાં 14 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં ઉત્તરાયણ બાદ ઠંડીમાંથી રાહત મળશે. દક્ષિણ ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ઠંડી રહી શકે છે. તો મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. દિવસે પંખા ચાલુ રાખવાની પણ સ્થિતિ આવી શકે છે.
રાજ્યમાં વાદળો આવવાની પણ શક્યતા રહેશે. તેમણે એમ પણ કહ્યું કે, તાપમાન એટલું વધશે કે દિવસમાં તો ક્યારેક પંખા ચાલુ કરવાની સ્થિતિ થશે. 18 જાન્યુઆરીમાં રાજ્યમાં વાદળો આવવાની પણ શક્યતા છે. ક્યારેક કોઈક ભાગમાં છાંટાછૂટી પણ થઈ શકે છે. અરબ સાગરના ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજને કારણે વાદળો આવતા ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા છે.
ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વની દિશામાં પવન ફૂંકાઈ રહ્યો છે. પવનની દિશાને કારણે હાલ ગુજરાતીઓને ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં હાલ પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ નથી. ગુજરાતમાં હાલ હવામાન શુષ્ક રહેશે. હાલ માવઠાની કોઈ શક્યતા નથી.
હજુ પણ એક માવઠાની શક્યતાઓ છે. તે પછી પણ ઠંડી પડવાની છે. કદાચ 18થી 23 જાન્યુઆરી વચ્ચે એક માવઠું પણ થવાનું છે. આ માવઠા પછી પણ ઠંડીનો દોર ચાલુ રહેશે. જાન્યુઆરી મહિનામાં તો સંપૂર્ણપણે ઠંડી જોવા મળશે. ફેબ્રુઆરી મહિનામાં પણ ગયા વર્ષની સરખામણીએ ઠંડી જોવા મળશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પવનની ગતિ મધ્યમ રહેશે. તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઉત્તરાયણનાં દિવસે ભારે પવન જોવા મળશે. 14 થી 16 જાન્યુઆરી દરમ્યાન રાજ્યનાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. ઉત્તરાયણની સવારે રાજ્યનાં અનેક જીલ્લાઓમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી શકે છે.
ગુજરાતથી લઈને દેશભરમાં ઠંડીનો ફરી કહેર છવાયો છે. ગુજરાતથી લઈને સમગ્ર દેશમાં ઠંડીનો ફરી કહેર છવાયો છે. ઠંડીનો કોપ વધી ગયો. પરંતું આગાહી એવી છે કે, આગામી 2 દિવસ આકરી ઠંડીનો અનુભવ થશે. બે દિવસની રાહત બાદ ફરી ઠંડીએ જોર પકડ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યં કે, રાજ્યમાં ઉત્તરાયણ બાદ ઠંડીમાંથી રાહત મળશે. દક્ષિણ ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી સેલ્શિયલ રહેવાની શક્યતા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ઠંડી રહી શકે છે. તો મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે.
સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. દિવસે પંખા ચાલુ રાખવાની પણ સ્થિતિ આવી શકે છે. રાજ્યમાં વાદળો આવવાની પણ શક્યતા રહેશે. તેમણે એમ પણ કહ્યું કે, તાપમાન એટલું વધશે કે દિવસમાં તો ક્યારેક પંખા ચાલુ કરવાની સ્થિતિ થશે. 18 જાન્યુઆરીમાં રાજ્યમાં વાદળો આવવાની પણ શક્યતા છે. ક્યારેક કોઈક ભાગમાં છાંટાછૂટી પણ થઈ શકે છે. અરબ સાગરના ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજને કારણે વાદળો આવતા ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા છે.
Trending Photos