Toothpaste Hacks: માત્ર બત્રીસી જ નહીં ઘરની આ વસ્તુઓને પણ ચમકાવે છે ટુથપેસ્ટ, નોટ કરી રાખવા જેવી છે આ ટીપ્સ
Toothpaste Hacks: કેટલીક વસ્તુઓ એવી છે જેને સાફ કરાવવામાં હજારો રૂપિયા ખર્ચ કરવા પડે છે. પરંતુ આ જ વસ્તુઓને તમે ઘર બેઠા ટૂથપેસ્ટની મદદથી સાફ કરી શકો છો. આજે તમને ટૂથપેસ્ટનો ઉપયોગ કરીને કઈ કઈ વસ્તુને સાફ કરી શકાય તે જણાવીએ. આ ટીપ્સ તમને ઘરની સાફ-સફાઈમાં ખૂબ કામ આવશે.
Trending Photos
Toothpaste Hacks: ટુથપેસ્ટનો ઉપયોગ મોટાભાગના લોકો દાંત સાફ કરવા માટે જ કરે છે. પરંતુ આ ટુથપેસ્ટ ઘરની સફાઈમાં પણ ઉપયોગી છે. બત્રીસી ચમકાવતી ટુથપેસ્ટ ઘરની કેટલીક વસ્તુઓને પણ ચકાચક કરી શકે છે. ટૂથપેસ્ટની મદદથી તમે સાફ-સફાઈ પર થતાં હજાર રૂપિયાના ખર્ચની બચત પણ કરી શકો છો. આ વાત જાણીને નવાઈ લાગશે પરંતુ આ વાત સાચી છે. કેટલીક વસ્તુઓ એવી છે જેને સાફ કરાવવામાં હજારો રૂપિયા ખર્ચ કરવા પડે છે. પરંતુ આ જ વસ્તુને તમે ઘર બેઠા ટૂથપેસ્ટની મદદથી સાફ કરી શકો છો. આજે તમને ટૂથપેસ્ટનો ઉપયોગ કરીને કઈ કઈ વસ્તુને સાફ કરી શકાય તે જણાવીએ. આ ટીપ્સ તમને ઘરની સાફ-સફાઈમાં ખૂબ કામ આવશે.
જીદ્દી ડાઘ દૂર કરવા
કપડા પર, સોફા પર, ફર્નિચર કે કારપેટ પર કોઈ વસ્તુના ડાઘ પડી ગયા હોય તો તેને સાફ કરવા માટે એક્સપર્ટ બોલાવીને હજાર રૂપિયા ખર્ચ કરવાની જરૂર નથી. આવા ડાઘને ટૂથપેસ્ટની મદદથી સરળતાથી દૂર કરી શકાય છે. ડાઘ ઉપર થોડી ટૂથપેસ્ટ લગાવી હળવા હાથે બ્રશ વડે થોડુંક ઘસો. 5 થી 10 મિનિટ પછી ભીના કપડાથી સફાઈ કરી લો.
કાટ દૂર કરો
લોઢાની વસ્તુઓ પર થોડા સમયમાં કાટ દેખાવા લાગે છે. જો કોઈ વસ્તુ ઉપર કાટ દેખાવા લાગ્યો હોય તો ટૂથપેસ્ટ તેના પર લગાડી બ્રશથી તે વસ્તુને સાફ કરો. ટૂથપેસ્ટ લગાવવાથી કાટ દૂર થઈ જશે અને વસ્તુ નવી હોય તેવી ચમકવા લાગશે.
સોના ચાંદીના ઘરેણા
સોના ચાંદીના ઘરેણાને ચમકાવવા માટે બહાર જવાની જરૂર નથી. ટૂથપેસ્ટનો ઉપયોગ કરીને તમે ઘરેણાને નવા હોય તેવા ચમકાવી શકો છો. તેના માટે ઘરેણાં પર થોડું પાણી લગાવી પછી લગાવી બ્રશની મદદથી સાફ કરી લો. છેલ્લે ઘરેણાને પાણીથી ધોઈ લો.
ઈસ્ત્રીના ડાઘ
સ્ટીમિંગ આઇરનના નીચેના ભાગમાં થોડા સમયમાં ગંદકી જામવા લાગે છે અને તે ભાગ કાળો થઈ જાય છે. આ ડાઘને દૂર કરવા માટે પણ ટૂથપેસ્ટ ઉપયોગી છે. ઈસ્ત્રી ઠંડી હોય ત્યારે તેની પ્લેટ ઉપર ટૂથપેસ્ટ લગાવી થોડીવાર રહેવા દો. ત્યાર પછી સ્ક્રબ વડે તેને સાફ કરી ભીના કપડાથી લૂછી લો.
દિવાલ પરના ડાઘ
ઘરની સફેદ દિવાલ પર જો કોઈ ડાઘ થઈ ગયો હોય તો ટૂથપેસ્ટની મદદથી તેને તમે દૂર કરી શકો છો. ડાઘ ઉપર ટૂથપેસ્ટ લગાવી બ્રશ વડે હળવા હાથે ઘસી લો. ત્યાર પછી ભીના કપડાથી દિવાલને કોરી કરી લો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે