Food: આ 5 ફૂડમાં છુપાયેલું છે ખુશ રહેવાનું સીક્રેટ, મૂડ ઓફ હોય ત્યારે ખાઈને જાતે કરી લેજો અનુભવ

Happy Hormones: ખુશ રહેવું ખૂબ જ સરળ છે કારણ કે આપણી ખુશીને કોઈ સ્થિતિ કંટ્રોલ કરતી નથી પરંતુ તેને કંટ્રોલ કરે છે ડોપામાઈન, સેરોટોનિન, ઓક્સીટોસિન અને અંડોર્ફિસ નામના ચાર હોર્મોન્સ. સૌથી ખાસ વાત એ છે કે ચાર હોર્મોન્સને બેલેન્સ કરવા માટે તમારે કોઈ ઉપાય કરવાની જરૂર નથી જો તમે આહારને બેલેન્સ કરો છો તો પણ સ્ટ્રેસ ફ્રી અને ખુશ રહી શકો છો.

Food: આ 5 ફૂડમાં છુપાયેલું છે ખુશ રહેવાનું સીક્રેટ, મૂડ ઓફ હોય ત્યારે ખાઈને જાતે કરી લેજો અનુભવ

Happy Hormones: જ્યારે જિંદગીમાં એક પછી એક સમસ્યાઓ આવતી જ રહે તો વ્યક્તિને ખુશ રહેવા માટે શું કરવું તેના ઉપાય શોધવા પડે છે. પરંતુ હકીકતમાં તો ખુશ રહેવું ખૂબ જ સરળ છે કારણ કે ખુશી અને દુઃખ બંને આપણા સ્ટેટ ઓફ માઈન્ડ છે. આપણી ખુશીને કોઈ સ્થિતિ કંટ્રોલ કરતી નથી પરંતુ તેને કંટ્રોલ કરે છે ડોપામાઈન, સેરોટોનિન, ઓક્સીટોસિન અને અંડોર્ફિસ નામના ચાર હોર્મોન્સ. 

આ પણ વાંચો:

સૌથી ખાસ વાત એ છે કે ચાર હોર્મોન્સને બેલેન્સ કરવા માટે તમારે કોઈ ઉપાય કરવાની જરૂર નથી જો તમે દૈનિક આહારને બેલેન્સ કરો છો તો પણ સ્ટ્રેસ ફ્રી અને ખુશ રહી શકો છો. ખુશ રહેવા માટે દૈનિક આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. આ વસ્તુઓ ખાવાથી શરીરમાં હેપી હોર્મોન્સ રિલીઝ થાય છે અને તમારો મૂડ સારો રહે છે. આ ફૂડ એવા છે જે તમને ફિઝિકલી ફીટ રાખવાની સાથે મેન્ટલ સપોર્ટ પણ કરે છે. તો ચાલો તમને જણાવીએ કયા 5 ફૂડ એવા છે જે તમને હેપી ફીલ કરાવશે. 

આ પણ વાંચો:

મશરૂમ

મશરૂમમાં એન્ટીડિપ્રેશન્ટ ક્વોલિટી હોય છે. તેમાં વિટામિન ડી પણ ભરપૂર માત્રામાં હોય છે જે મૂડને રેગ્યુલેટ કરનાર વિટામિન છે. મશરૂમ ખાવાથી વ્યક્તિ હેપી અને ઈમોશનલ ફીલ કરે છે. તો હવે જ્યારે તમારો મૂડ ઓફ થાય ત્યારે મશરૂમમાંથી કોઈ વાનગી બનાવીને ખાઈ લેજો. 

એવોકાડો

વર્ષ 2020 માં થયેલી એક રિસર્ચમાં સાબિત થયું છે કે એવોકાડો એવા પોષક તત્વથી ભરપૂર હોય છે જે શરીરમાં હેપી હોર્મોન્સના પ્રોડક્શનને વધારે છે. જો તમારે દિવસભર ખુશ અને હેપી રહેવું હોય તો સલાડ, સેન્ડવીચ કે નાસ્તામાં એવોકાડો ખાવાનું રાખો. 

આ પણ વાંચો:

ડાર્ક ચોકલેટ

ડાર્ક ચોકલેટ ખાવાથી પણ શરીરમાં હેપી હોર્મોન્સનું લેવલ વધે છે. ડાર્ક ચોકલેટમાં જે એન્ટિઓક્સિડન્ટ હોય છે તે મૂડને સુધારે છે. સાથે જ તેમાં ટ્રિપ્ટોફૈન હોય છે જે સેરોટોનિનનું લેવલ વધારે છે અને તમે સારું અનુભવો છો.

ડ્રાયફ્રુટ

જો તમે ડ્રાયફ્રુટ નથી ખાતા તો આજથી જ તેને ડાયટમાં સામેલ કરો. કારણ કે ડ્રાયફ્રુટ તમારા માટે ખુશીઓનો ખજાનો બની શકે છે. તમે રોજ એક મુઠ્ઠી બદામ અથવા તો અખરોટ ખાવ છો તો તેનાથી મૂડમાં સુધારો થાય છે અને સ્ટ્રેસ ઘટે છે. 

આ પણ વાંચો:

પાલક

પાલક પણ શરીરમાં હેપી હોર્મોન્સને વધારવાનું કામ કરે છે. આયરની સાથે તેમાં ફાઇબર અને વિટામિન પણ ભરપૂર માત્રામાં હોય છે. તેને ખાવાથી પાચન અને સ્કીન સંબંધિત સમસ્યા પણ દૂર થાય છે. નિયમિત રીતે પાલકનું સેવન કરવાથી મૂડ પણ સારો રહે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news