ડાયાબિટીસમાં બ્લડ સુગર કંટ્રોલ કરે છે Rice Tea, આ રીતે બનાવો ચોખાની ચા

Diabetes Control: ભારતમાં ચોખા પણ અલગ અલગ પ્રકારના મળે છે તેમાંથી લાલ ચોખા પણ એક છે. લાલ ચોખામાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, વિટામીન બી12 જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. તેનું સેવન કરવાથી વજન ઘટાડવામાં સરળતા રહે છે અને સાથે જ હાડકા મજબૂત થાય છે. આ સિવાય લાલ ચોખાની ચા પણ બને છે.

ડાયાબિટીસમાં બ્લડ સુગર કંટ્રોલ કરે છે Rice Tea, આ રીતે બનાવો ચોખાની ચા

Diabetes Control: ભારતના ચોખાનો ઉપયોગ ખૂબ જ વધારે થાય છે. રોજની રસોઈમાં ચોખાની અલગ અલગ વેરાઈટીનો સમાવેશ કરવામાં આવે છે. ભારતમાં ચોખા પણ અલગ અલગ પ્રકારના મળે છે તેમાંથી લાલ ચોખા પણ એક છે. લાલ ચોખામાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, વિટામીન બી12 જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. તેનું સેવન કરવાથી વજન ઘટાડવામાં સરળતા રહે છે અને સાથે જ હાડકા મજબૂત થાય છે. આ સિવાય લાલ ચોખાની ચા પણ બને છે જેને પીવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહી શકે છે. લાલ ચોખાની ચા ડાયાબિટીસના દર્દી માટે રામબાણ ઔષધી સમાન છે. આ ચા ટેસ્ટી પણ હોય છે. તો ચાલો તમને સૌથી પહેલા જણાવીએ કે લાલ ચોખાની ચા કેવી રીતે બનાવવી.

આ પણ વાંચો:

ચોખાની ચા માટેની સામગ્રી

લાલ ચોખા
ત્રણ કપ પાણી
આદુ
તમાલ પત્ર
ગોળ

ચોખાની ચા બનાવવાની રીત

સૌથી પહેલા ચોખાને બરાબર રીતે ધોઈ અને એક પેનમાં ધીમા તાપે શેકી લેવા. ત્યાર પછી તેમાં ત્રણ કપ પાણી ઉમેરી બરાબર ઉકાળો. ચોખા બરાબર ચડી જાય પછી તેમાં આદુ, તમાલપત્ર અને ગોળ ઉમેરો. બધી વસ્તુ ઉમેરી ચાને થોડીવાર ઉકાળો. ત્યારબાદ ગાળીને તેનું સેવન કરો.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news