Hair Care Tips: વાળની ડ્રાયનેસથી તમે પણ છો પરેશાન? તો આ વસ્તુનો કરો ઉપયોગ, એકવારમાં જ વાળ થશે સોફ્ટ અને શાઈની

Hair Care Tips: આજે તમને વાળની ડ્રાઇનેસ દૂર કરવાનો એક અચૂક ઈલાજ જણાવીએ. આ ઘરગથ્થુ ઉપચાર ચોક્કસથી તમને મદદ કરશે. તેના માટે તમારે કાચા દૂધનો ઉપયોગ કરવાનો છે. કાચા દૂધમાં વિટામિન ડી, વિટામિન કે, કેલ્શિયમ, પ્રોટીન સહિતના તત્વ હોય છે જે વાળને કન્ડિશનર કરવાનું કામ કરે છે.
 

Hair Care Tips: વાળની ડ્રાયનેસથી તમે પણ છો પરેશાન? તો આ વસ્તુનો કરો ઉપયોગ, એકવારમાં જ વાળ થશે સોફ્ટ અને શાઈની

Hair Care Tips: શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે અને આ સમય દરમિયાન વાળ સંબંધિત સમસ્યા પણ વધી જાય છે. મોટાભાગના લોકોને શિયાળામાં વાળની ડ્રાઇનેસ સતાવતી હોય છે. શિયાળામાં વાળ ઝાડુ જેવા રુક્ષ થઈ જાય છે. આ ડ્રાઈનેસને દૂર કરવા માટે લોકો નવા નવા નુસખા અજમાવતા હોય છે. જેમાંથી કેટલાક અસર કરે છે અને કેટલાક નહીં. પરંતુ આજે તમને વાળની ડ્રાઇનેસ દૂર કરવાનો એક અચૂક ઈલાજ જણાવીએ. આ ઘરગથ્થુ ઉપચાર ચોક્કસથી તમને મદદ કરશે. તેના માટે તમારે કાચા દૂધનો ઉપયોગ કરવાનો છે. કાચા દૂધમાં વિટામિન ડી, વિટામિન કે, કેલ્શિયમ, પ્રોટીન સહિતના તત્વ હોય છે જે વાળને કન્ડિશનર કરવાનું કામ કરે છે.

વાળમાં લગાડો કાચું દૂધ

વાળની ડ્રાઇનેસને દૂર કરવા માટે વાળના મૂળ અને લેન્થ સુધી કાચું દૂધ લગાડો. તેને 30 મિનિટ સુધી વાળમાં રહેવા દો અને પછી વાળને શેમ્પુ કરો. અઠવાડિયામાં ત્રણ વખત આમ કરવાથી વાળની ડ્રાયનેસ દૂર થઈ જાય છે. 

કન્ડિશનર સાથે મિક્સ કરો કાચું દૂધ

જો તમે વાળને સોફ્ટ બનાવવા માંગો છો તો કન્ડિશનરમાં કાચું દૂધ મિક્સ કરીને તેને વાળમાં લગાડો તેને ત્રણ મિનિટ સુધી રહેવા દો અને પછી પાણીથી વાળને સાફ કરો. દૂધ મિક્સ કરીને લગાડવાથી વાળ હેલ્ધી અને સોફ્ટ થશે.

કાચું દૂધ અને મધ

જો વાળ વધારે પ્રમાણમાં ડ્રાય હોય તો મધમાં કાચું દૂધ મિક્સ કરીને તેને વાળમાં લગાડો. મધ અને દૂધને મિક્સ કરીને એક ઘટ્ટ પેસ્ટ બનાવો અને તેને હેર માસ્કની જેમ વાળમાં સારી રીતે લગાડો 30 મિનિટ પછી વાળ શેમ્પુથી સાફ કરો. આમ કરવાથી વાળ સિલ્કી અને સોફ્ટ થઈ જશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news