Diwali 2023: 500 વર્ષ પછી દિવાળી પર સર્જાયા 4 દુર્લભ સંયોગ, આ મુહૂર્તમાં પૂજા કરવાથી ઘરમાં થશે ધન વર્ષા

Diwali 2023: પંચાંગ અનુસાર આ વર્ષે દિવાળી 12 નવેમ્બર અને રવિવારે ઉજવાશે. આ દિવસે દુર્ધરા, હર્ષ, ઉભયચરી યોગ અને ગજકેસરી યોગના સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ ખૂબ જ દુર્લભ યોગ છે જેમાં પૂજા કરવાથી વ્યક્તિને ધન, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને આર્થિક લાભ પ્રાપ્ત થાય છે. 

Diwali 2023: 500 વર્ષ પછી દિવાળી પર સર્જાયા 4 દુર્લભ સંયોગ, આ મુહૂર્તમાં પૂજા કરવાથી ઘરમાં થશે ધન વર્ષા

Diwali 2023: ભારતીય સંસ્કૃતિમાં દિવાળીનું વિશેષ મહત્વ છે. દિવાળીના પર્વને ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે જેથી વર્ષભર ઘરમાં ધાન્યના ભંડાર ભરેલા રહે. જોકે આ વર્ષની દિવાળી વિશેષ રહેવાની છે કારણ કે આ વર્ષે 500 વર્ષ પછી કેટલાક દુર્લભ સંયોગનું નિર્માણ થયું છે. પંચાંગ અનુસાર આ વર્ષે દિવાળી 12 નવેમ્બર અને રવિવારે ઉજવાશે. આ દિવસે દુર્ધરા, હર્ષ, ઉભયચરી યોગ અને ગજકેસરી યોગના સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ ખૂબ જ દુર્લભ યોગ છે જેમાં પૂજા કરવાથી વ્યક્તિને ધન, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને આર્થિક લાભ પ્રાપ્ત થાય છે સાથે જ તેના અટકેલા કામ પણ પૂરા થવા લાગે છે.

અમાસ ક્યાં સુધી ?

જ્યોતિષશાસ્ત્ર અનુસાર પ્રદોષકાળમાં સૂર્યાસ્ત સમયે અમાસ પર લક્ષ્મી પૂજન કરવામાં આવે છે આ વખતે અમાસની તિથી 12 નવેમ્બરે બપોરે 2.44 કલાકે શરૂ થશે અને 13 નવેમ્બરે બપોરે 2.56 સુધી રહેશે તેથી 12 નવેમ્બરના રોજ દિવાળી ઉજવાશે.

દિવાળીની પૂજા કરવાનું મુહૂર્ત

દિવાળીનો તહેવાર માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની આરાધના કરવા માટે સમર્પિત છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસે માતા લક્ષ્મી અને ગણપતિની પૂજા કરવાથી સર્વ શ્રેષ્ઠ લાભ પ્રાપ્ત થાય છે. આ વર્ષે લક્ષ્મી પૂજન કરવાનો સમય સાંજે 5.28 થી શરૂ થશે અને રાત્રે 8 વાગ્યા સુધી રહેશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news