સતત લેપટોપ કે ડેસ્કટોપ પર કામ કરીને ડોક દુઃખે છે? તો આ ઉપાયથી મળશે રાહત

ખુરશી પર બેસીને, તમે એક બાજુએ સરળતાથી અક્સસરસાઈઝ કરી શકો છો. આ માટે ખુરશી પર આરામથી બેસો અને ડોકને નીચેની તરફ વાળતી વખતે છાતીથી અડાવવાનો પ્રયાસ કરો. પછી તેને પાછળની તરફ લેતી વખતે ધીમે ધીમે તેને પીઠ તરફ ખસેડો. આ પણ 2-3 કલાકમાં કરી શકાય છે.

સતત લેપટોપ કે ડેસ્કટોપ પર કામ કરીને ડોક દુઃખે છે? તો આ ઉપાયથી મળશે રાહત

નવી દિલ્લીઃ કોમ્પ્યુટર કે લેપટોપ પર કામ કરતી વખતે પોશ્ચરની તકલીફ રહેતી હોય છે. વર્ક ફ્રોમ હોમ દરમિયાન લેપટોપ પર કલાકો સુધી કામ કરતી વખતે ડોકનો ભોગ અકડાઈ જવાની તકલીફ  રહેતી હોય છે. અનેક લોકોને ડોકનો દુખાવો, કમરના દુખાવાની સમસ્યાથી પીડિત છે. જો તમે પણ આમાં સામેલ છો, તો કેટલીક સરળ ટિપ્સ તમને ચપટીમાં રાહત આપી શકે છે.

અચૂક ટ્રાય કરો આ ટિપ્સ-
જો ડોક જકડાઈ જવાની સમસ્યા હોય તો દર થોડીવારે ડોકને જમણી અને ડાબી બાજુ ફેરવો. આ દરમિયાન ડોકને સીધી રાખવાનું યાદ રાખો. ખુરશી પર બેસીને પણ તે કરી શકાય છે. લગભગ 10-10 વખત ડોકને બંને બાજુ ફેરવો. તમે દર 2થી 3 કલાકે આ કરી શકો છો.

ખુરશી પર બેસીને, તમે એક બાજુએ સરળતાથી અક્સસરસાઈઝ કરી શકો છો. આ માટે ખુરશી પર આરામથી બેસો અને ડોકને નીચેની તરફ વાળતી વખતે છાતીથી અડાવવાનો પ્રયાસ કરો. પછી તેને પાછળની તરફ લેતી વખતે ધીમે ધીમે તેને પીઠ તરફ ખસેડો. આ પણ 2-3 કલાકમાં કરી શકાય છે.

ડોકમાં અકડના મામલે હીટિંગ પેડથી શેક કરો. તેનાથી તાત્કાલિક રાહત મળે છે. દરરોજ હીટિંગ પેડથી કોમ્પ્રેસ કરવાથી પણ દુખાવામાં રાહત મળશે અને શિયાળામાં તમને સારું પણ લાગશે. પરંતુ વધુ પડતો દુખાવો થાય તો તેને અવગણશો નહીં અને ડૉક્ટરનો સંપર્ક કરો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news