Weight Loss: વધેલા વજનના કારણે નીકળેલી ફાંદ ગણતરીના દિવસોમાં થશે ગાયબ, સવારે નાસ્તામાં ખાવા લાગો આ 3 વસ્તુઓ
Weight Loss:જો તમારું વજન પણ વધારે હોય તો તમે તેને યોગ્ય ડાયટ ફોલો કરીને કંટ્રોલ કરી શકો છો. સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે વધેલા વજનને ઝડપથી ઘટાડવું હોય તો સવારે નાસ્તામાં કેટલીક વસ્તુઓનું સેવન કરવાથી લાભ થાય છે. તો ચાલો આજે તમને જણાવીએ એવી કઈ વસ્તુઓ છે જેનું નાસ્તામાં સેવન કરવાથી વજન ઝડપથી ઘટે છે.
Trending Photos
Weight Loss: લોકોની બદલતી લાઈફ સ્ટાઈલ ધીરે ધીરે તેમને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યા તરફ દોરી જાય છે. જેમકે વધારે પડતા ફાસ્ટ ફૂડના સેવનથી લોકો સ્થૂળતાનો શિકાર થઈ રહ્યા છે. આહાર શૈલીના કારણે લોકોનું વજન ઝડપથી વધી જાય છે પરંતુ એક વખત વધેલા વજનને ઘટાડવું મુશ્કેલ થઈ જાય છે. ઘણા લોકો વધેલા વજનને ઘટાડવા માટે ખાવા પીવાનું ઘટાડી દે છે પરંતુ તેનાથી શરીરમાં નબળાઈ આવી જાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે વધેલા વજનને સમયસર કંટ્રોલ કરવું જરૂરી છે. જો તમારું વજન પણ વધારે હોય તો તમે તેને યોગ્ય ડાયટ ફોલો કરીને કંટ્રોલ કરી શકો છો. સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે વધેલા વજનને ઝડપથી ઘટાડવું હોય તો સવારે નાસ્તામાં કેટલીક વસ્તુઓનું સેવન કરવાથી લાભ થાય છે. તો ચાલો આજે તમને જણાવીએ એવી કઈ વસ્તુઓ છે જેનું નાસ્તામાં સેવન કરવાથી વજન ઝડપથી ઘટે છે.
ઓટ્સ
ઓટ્સ એન્ટી ઓક્સિડન્ટ અને ફાઇબરથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી વધેલું વજન ઘટે છે અને સાથે જ હૃદયની બીમારીઓ થવાનું જોખમ પણ ઘટે છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે. રોજ સવારે નાસ્તામાં ઓટ્સ ખાવાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે અને વજન પણ મેન્ટેન રહે છે.
મલ્ટીગ્રેન લોટની રોટલી
સવારના સમયે ઘઉંની રોટલી કે પછી વાઈટ બ્રેડ ખાવાને બદલે જો તમે મલ્ટીગ્રેડ લોટની રોટલી કે બ્રેડ ખાવ છો તો તે લાભકારી સાબિત થાય છે. તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે અને ફિટનેસ પણ જળવાઈ રહે છે.
દલિયા
દલિયા પણ એક હેલ્ધી ફૂડ છે. તેનાથી વજન કંટ્રોલ કરવું સરળ રહે છે. દલિયામાં તમે વિવિધ શાકભાજી અથવા તો દૂધ ઉમેરીને પણ લઈ શકો છો. તેનાથી ફાઇબર મિનરલ અને કાર્બોહાઈડ્રેટ મળે છે. દલિયા સરળતાથી પચી જાય છે જેના કારણે વજન વધતું નથી.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે