Porn જોવાની લત પડી ગઈ છે, તો બચીને રહેજો, તમારી સાથે પણ ન થઈ જાય આવું...
Trending Photos
અમદાવાદ :પોર્ન (Porn) જોનારાઓની દેશદુનિયામાં સંખ્યા ઓછી નથી. પોર્ન સાઈટ્સ (Porn Sites) ને મળનારી હિટ્સ અને સાઈટ્સના અરબો રૂપિયાના વેપાર પરથી અંદાજ લગાવી શકાય છે. પોર્ન (Porn) જોવુ નુકસાનકારક છે કે નહિ, તેને લઈને હંમેશા ચર્ચા થતી રહે છે. હાલમાં જ એક રિસર્ચમાં મોટી વાત સામે આવી છે. પોર્ન જોનારાઓના દિમાગ તેનાથી તકલીફ (Porn Harm Mental Health) પહોંચી શકે છે.
JNU હિંસાનો વધુ એક Videoનો રાઝ ખૂલ્યો, હુમલાના ષડયંત્રની ખૂલી ગઈ પોલ
કેનાડાની લેવલ યુનિવર્સિટી (Laval University, Canada) માં થયેલા એક રિસર્ચનું પરિણામ સામે આવ્યું છે કે, જો તમે વયસ્ક છો, અને સતત પોર્ન જુઓ છો, તો તમારું દિમાગની નૈતિકતા વિશે મહત્વના નિર્ણય લેવાની બનાવટ બદલાઈ જાય છે. પોર્ન જોવાની સાથે તમે આ દિમાગનો હિસ્સો પરિપક્વ વ્યવહાર કરવાના બદલે કિશોર વયની જેમ વ્યવહાર કરવા લાગો છે. તેનાથી તમને મોટુ નુકસાન થાય છે. અજાણતા જ તમારો વ્યવહાર બદલાઈ જશે.
ઓળખી શક્તા હોવ તો ઓળખી બતાવો, આ બાળકીમાં છુપાયો છે એક સુંદર એક્ટ્રેસનો ચહેરો
પોર્ન જોવાથી શું નુકશાન થાય છે, તેને લઈને રિસર્ચ કરી રહેલા એક્સપર્ટસે કહ્યું કે, પોર્ન જોનારાઓના દિમાગના મહત્વના ભાગને નુકશાન પહોંચે છે. ખાસ કરીને કિશોર વયના માટે તે ઘાતક છે. (Porn erodes important region of brain) શોધકર્તાઓના અનુસાર, દિમાગની સાથે જ બાહરી વ્યવહારમાં પણ પરિવર્તન આવે છે. પોર્નથી જિંદગીમાં નૈતિકતા નિયંત્રિત થાય છે. પોર્ન જોનારાઓની ક્ષમતા પર અસર પડે છે. ગુસ્સો બેકાબૂ થઈ જાય છે. શોધકર્તાઓ અનુસાર, દિમાગના જે હિસ્સાને પોર્ન નુકશાન પહોંચાડે છે, તે હિસ્સો આ બાબતોને અનિયંત્રિત થવાથી રોકે છે. એક્સપર્ટસે એમ પણ જણાવ્યું કે, જો કોઈ વ્યક્તિ ટેન્શનમાં છે, અને તે પોર્ન જુએ છે તો તેને વધુ નુકશાન થાય છે.
બાફેલા ઈંડાનો આ વીડિયો જોતજોતામાં Viral Video બન્યો, જેણે જોયો એણે retweet કર્યો
એક્સપર્ટસના અનુસાર, પોર્ન (Porn) જોનારાઓનું વૈવાહિક જીવન ખતરામાં આવી શકે છે. પાર્ટનરની સાથે રોમાન્સ ઓછો થઈ જાય છે. પોર્ન જોનારાઓની સાથે આ તકલીફ બાદમાં સેક્સ રોગી તરીકે રૂપાંતરિત થઈ જાય છે. સેક્સ દરમિયાન ઉત્તેજનામાં ઉણપ (Sexual dysfunctions) આવી શકે છે. પોતાના રિયલ પાર્ટનરની સાથએ ઓર્ગેઝમ (inability to achieve erection or orgasm)ની તકલીફ આવી શકે છે. જે આગળ જઈને ડિપ્રેશનનું કારણ પણ બની શકે છે.
રિસર્ચ કરનાર રિશેલ એનીનું કહેવુ છે કે, જ્યારે પોર્ન જોનારોઓને શાંતિ મળે છે, તો તેઓને લાગે છે કે તેઓને સંતુષ્ટિ મળી રહી છે, પરંતુ તે હકીકતમાં તેઓ માટે નુકસાનદાયક બની જાય છે. ઉલ્લેખનીય છે કે, ઈન્ટરનેટ પર લાઈવ-એક્શન પોર્ન (Live Action Porn) પણ ઉપલબ્ધ છે. પોર્ન હબ (Free Sex Site Porn Hub) જેવી ફ્રી સાઈટ્સ છે, જે 2018માં 33.5 બિલિયન લોકોએ જોઈ હતી. તે પણ એક રેકોર્ડ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે