CAA મુદ્દે પોસ્ટકાર્ડનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા બાદ કાર્યકરોને મિસકોલની જવાબદારી સોંપાઇ !

સંગઠન સંરચનાની રાહ જોઈ રહેલા ભાજપના કાર્યકરોને વધુ એક કાર્યક્રમની રાષ્ટ્રીય અધ્યક્ષે આપી જવાબદારી. નારાણપુરમાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં કાર્યકરોને મીસ્કોલ અભિયાનને સફળ બનાવવા અધ્યક્ષ અમિત શાહે લક્ષ્યાંક આપ્યો. દેશના બાકી રાજ્યો જેટલા મીસ્કોલ ગુજરાત ભાજપે કરાવવાના રહેશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ભાજપના કાર્યકરોને 30 જાન્યુઆરી સુધી નવો લક્ષ્યાંક આપ્યો છે. CAA ના સમર્થનમાં ભાજપના કાર્યકરોએ ઘેર ઘેર ફરીને ટોલ ફ્રી નંબર પર મિસકોલ કરાવવાના રહેશે.

CAA મુદ્દે પોસ્ટકાર્ડનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા બાદ કાર્યકરોને મિસકોલની જવાબદારી સોંપાઇ !

બ્રિજેશ દોશી/અમદાવાદ : સંગઠન સંરચનાની રાહ જોઈ રહેલા ભાજપના કાર્યકરોને વધુ એક કાર્યક્રમની રાષ્ટ્રીય અધ્યક્ષે આપી જવાબદારી. નારાણપુરમાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં કાર્યકરોને મીસ્કોલ અભિયાનને સફળ બનાવવા અધ્યક્ષ અમિત શાહે લક્ષ્યાંક આપ્યો. દેશના બાકી રાજ્યો જેટલા મીસ્કોલ ગુજરાત ભાજપે કરાવવાના રહેશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ભાજપના કાર્યકરોને 30 જાન્યુઆરી સુધી નવો લક્ષ્યાંક આપ્યો છે. CAA ના સમર્થનમાં ભાજપના કાર્યકરોએ ઘેર ઘેર ફરીને ટોલ ફ્રી નંબર પર મિસકોલ કરાવવાના રહેશે.

પોસ્ટકાર્ડ માં રેકોર્ડ બનાવ્યા બાદ અમદાવાદ ભાજપ આ મામલે પણ અગ્રેસર રહે તેવી ટકોર રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કરી હતી. તેમણે સમગ્ર પ્રદેશ ભાજપ ને પણ સૂચના આપી કે આવતીકાલથી તમામ કાર્યકરો કામે લાગી જાય. ગુજરાત મોદી સરકાર સાથે અડીખમ ઉભું છે તે ફરી એકવાર સાબિત કરી બતાવે. ભાજપનું આ અભિયાન સમગ્ર દેશમાં ચાલવાનું છે, ત્યારે બાકીના રાજ્યોના મિસ કોલની સંખ્યા બરાબર મિસકોલ ફક્ત ગુજરાતમાંથી થાય તેવો લક્ષ્યાંક ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે નક્કી કર્યો છે. દરેક મિસ્કોલની નોંધણી થાય છે અને તે ક્યા શહેર અને વિધાનસભામાં થી આવ્યા તેની પણ યાદી તૈયાર કરવામાં આવે છે.

શાહે દાવો કર્યો કે ગુજરાત ભાજપ હંમેશા મજબૂત રહ્યું છે, ત્યારે આ વખતે પણ મિસકોલની સંખ્યામાં બાકીના રાજ્યોની સરખામણીમાં ગુજરાત આવે તે લક્ષ્યાંક સાથે કાર્યકરો મહેનત કરે. કાર્યકરોએ લોકોના ઘેર જઈને ભાજપે જાહેર કરેલા ટોલ ફ્રી નંબર 8866288662 પર મિસકોલ કરાવવાનું રહેશે. ભાજપના કાર્યકરોએ લોકોને સીએની સાથે રામ મંદિર, કલમ 370, ત્રીપલ તલાક અને પાકિસ્તાનને આપેલા જડબાતોડ જવાબ અંગે પણ લોકોને માહિતગાર કરવાના રહેશે. કોંગ્રેસ અને ડાબેરીઓ ના ભ્રામક પ્રચાર સામે લોકો ને જાગૃત કરવાનું કામ ભાજપ કરશે. આ માટે અમિત શાહે સ્નેહ મિલનમાં હાજર તમામ કાર્યકરો અને આગેવાનોને મીસ્કોલ મરાવ્યાં હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news