લાંબા સમય સુધી ડુંગળી સાચવી રાખવા માટે શું કરવું? જાણી લો જબરદસ્ત દેશી જુગાડ!

લાંબા સમય સુધી ડુંગળી સાચવી રાખવા માટે શું કરવું? જાણી લો જબરદસ્ત દેશી જુગાડ!

નવી દિલ્હીઃ ભારતમાં પ્રતિભાની કોઈ કમી નથી. ભારતીયોની પ્રતિભા સામે મોટા મોટા લોકો પણ નતમસ્તક થઈ જાય છે. આ પ્રતિભા માટે કોઈ ડિગ્રી કે ડિપ્લોમાની જરૂર નથી. દેશના ઘણા લોકોમાં પ્રતિભા ખોબે-ખોબે ભરેલી છે, જે વિશે જાણીને મિકેનિકલ એન્જિનિયરો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે.

દેશી આવિષ્કાર, ઈનોવેશન અથવા દેશી જુગાડના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. બની શકે કે, આવા કુશળ કારીગરને તમે ઓળખતા પણ હોવ. આવા જ એક પ્રતિભાશાળી ખેડૂતે પોતાના ડુંગળીના પાકને સાફ કરવા માટે દેશી જુગાડ શોધી કઢ્યો છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ખેડૂતની આ પ્રતિભા જોઈને તમે પણ તેના વખાણ કરતા થાકશો નહીં.  આ ખેડૂત સિવાય પણ ભારતમાં ઘણા લોકોએ એવી શોધ કરી છે, જેની નોંધ દુનિયાએ પણ લીઘી છે.

ભારતનો સૌથી શિક્ષિત ક્રિકેટર કોણ છે તમે જાણો છો? આ ખેલાડીને NASA માં પણ રમતા રમતા મળી શકે છે નોકરી!
 
લોકો સોશિયલ મીડિયા પર વખાણ કરી રહ્યા છે:
ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો agriculture_expert નામના અકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ પેજ પર તમને ખેતીને લગતા ઘણા ઈનોવેશન અને વીડિયો જોવા મળશે. આ વીડિયોને અત્યાર સુધી હજારો લોકોએ જોયો છે. જો દેશમાં લોકોની પ્રતિભાનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો મુશ્કેલ કાર્ય પણ સરળ બની જાય છે.

 

આ દેશી જુગાડ જોયા પછી, યૂઝર્સ:
દેશી જુગાડનો આ વીડિયો જોયા બાદ યૂઝર્સ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક મશીન જેમાં લાંબી જાળી લાગેલી છે. આ મશીનને એક બાળકી હાથ વડે ચલાવી રહી છે. અને બીજો શખ્સ ખેતરમાંથી લાવેલી ડુંગળીને મશીનની અંદર નાંખીને તેને સાફ કરી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news