Masoor Dal Face Pack: મસૂર દાળથી 10 મિનિટમાં ચહેરો ચમકી જશે, ટ્રાય કરવા જેવા છે આ 3 ફેસ માસ્ક
Masoor Dal Face Pack: ત્વચાની સુંદરતા વધારવા માટે મસૂરની દાળનો ઉપયોગ કરવાની વાત તમે પણ સાંભળી હશે. મસૂરની દાળથી બનેલા ફેસપેક ત્વચાને ચમકદાર બનાવે છે. આ ફેસ પેક ત્વચા પરથી ડેડ સેલ્સને તુરંત દૂર કરે છે અને ત્વચા ગ્લોઇંગ દેખાવા લાગે છે. આજે તમને મસૂરની દાળથી બનતા અલગ અલગ ફેસપેક વિશે જણાવીએ.
Trending Photos
Masoor Dal Face Pack: મસૂરની દાળનો ઉપયોગ ખાવામાં તો તમે ઘણી વખત કર્યો હશે. પરંતુ આ દાળ ત્વચા માટે પણ ફાયદાકારક છે. મસૂરની દાળ હેલ્થ સાથે સ્કીન માટે પણ ફાયદાકારક છે. મસૂરની દાળમાંથી અલગ અલગ પ્રકારના ફેસપેક બનાવી શકાય છે. આ ફેસપેક ત્વચા માટે જાદુઈ હોય છે. એટલે કે તે તુરંત જ અસર કરે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે. મસૂરની દાળના ફેસપેક થી સ્કીન ટાઈટ થાય છે અને ત્વચાની ગંદકી પણ દૂર થઈ જાય છે. તો ચાલો તમને જણાવીએ મસૂરની દાળથી કેવા પ્રકારના ફેસપેક બનાવી શકાય.
મસૂરની દાળના ફેસપેક
1. મસૂરની દાળને રાત્રે પાણીમાં પલાળી દો. સવારે દાળને વાટી તેની પેસ્ટ બનાવો. આ પેસ્ટમાં એલોવેરા જેલ અને લીંબુનો રસ મિક્સ કરો. હવે આ મિશ્રણને ચહેરા અને ગરદન પર લગાવો અને 20 મિનિટ માટે રહેવા દો. ત્યાર પછી હળવા હાથે મસાજ કરીને ચહેરાને પાણીથી સાફ કરો.
2. ચાર ચમચી મસૂરની દાળ અને ચાર બદામને અડધા કપ દૂધમાં પલાળી દો. બંને વસ્તુ પલળી જાય પછી તેને પીસી અને બારીક પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 25 મિનિટ માટે છોડી દો. 25 મિનિટ પછી પાંચ મિનિટ માટે ચહેરા પર હળવા હાથે મસાજ કરીને ફેસ પેકને સાફ કરો. આ ફેસપેક થી સ્કીન પર તુરંત જ ગ્લો આવે છે.
3. એક કપ પાણીમાં ચાર ચમચી મસૂરની દાળને રાત્રે પલાળો. સવારે પલાળેલી દાળને પીસી લો. દાળની પેસ્ટ માં બે ચમચી ચોખાનો લોટ ઉમેરો. ત્યાર પછી તેમાં એક ચમચી મધ ઉમેરી મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને ચહેરા પર લગાવો અને 15 મિનિટ સુધી રહેવા દો. ત્યાર પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે