ડાયાબિટીસનો સંકેત હોઈ શકે છે ચામડીની આ સમસ્યા! ઈગ્નોર ના કરતા નહીં તો બની શકે છે ખતરનાક!

ત્વચામાં ખંજવાળ અને લાલાશ જેવી સમસ્યાઓ સામાન્ય છે પરંતુ કેટલીકવાર તેને અવગણવી અથવા તેને હળવાશથી લેવી ભારે પડી શકે છે. ડોક્ટરના મતે ડાયાબિટીસને કારણે ત્વચા સંબંધિત બીમારીઓનું જોખમ વધી જાય છે. જો તમારું બ્લડ શુગર લેવલ હંમેશા અનિયંત્રિત રહે છે તો તમારે સાવચેત રહેવું જોઈએ. જાણો ડાયાબિટીસના દર્દીઓમાં ત્વચાના કયા રોગોનું જોખમ વધારે હોય છે.

1/6
image

શું તમે જાણો છો કે ત્વચાની ઘણી બિમારીઓ પણ ડાયાબિટીઝનું કારણ બની શકે છે. સાંભળીને ભલે અટપટું લાગે પરંતુ હેલ્થ એક્સપર્ટસ તેને લઈને સાવધાન રહેવાનું કહે છે. જોકે, ત્વચામાં ખંજવાળ અને લાલશ જેવી સમસ્યાઓ ઘણી સામાન્ય છે પરંતુ ઘણીવાર તેની અવગણના કરવી કે હલ્કામાં લેવું ભારે પડી શકે છે.

2/6
image

ડોક્ટરના મતે, ડાયાબિટીઝ જેવી ક્રોનિક બિમારીઓમાં ત્વચા સાથે જોડાયેલી બિમારીઓનો ખતરો પણ વધારે હોય છે. ડાયાબિટીઝના અમુક મામલામાં પણ ત્વચાની સમસ્યાઓ ગંભીર હોઈ શકે છે. એવામાં જો તમારું બ્લડ શુગલ લેવલ હંમેશા અનિયંત્રિત રહે છે તો સાવધાન થઈ જજો. જાણો ડાયાબિટીઝના દર્દીઓમાં ત્વચાની કઈ બિમારીનો ખતરો વધારે હોય છે.

3/6
image

- ઘાવ થતાં જ અલ્સર પણ હોઈ શકે છે. કારણ કે આ પ્રકારના મામલા જલ્દી જોવા મળતા નથી. ડાયાબિટીઝના લગભગ 300 દર્દીઓમાંથી માત્ર એક જ દર્દીમાં આ પ્રકારની બિમારી હોય છે. એટલા માટે ડાયાબિટીઝને લઈને સાવધાન રહેવું જોઈએ.

4/6
image

ત્વચા પર છાલા ડાયાબિટીઝના દર્દીઓની ત્વચા પર છાલાની સમસ્યા ઘણી સામાન્ય છે. હાથ પગની આંગળીઓ, આખા હાથ પગમાં છાલા થઈ જાય છે. આ છાલા સફેદ હોય છે, પરંતુ તે પીડાદાયક હોતા નથી. આ છાલા બેથી ત્રણ સપ્તાહમાં સ્વસ્થ થઈ જાય છે કારણ કે આ સંકેત હોઈ શકે છે કે તમારા બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં નથી. તેને ગંભીરતાથી લેવું જોઈએ. 

5/6
image

ડાયાબિટીઝના દર્દીઓમાં ડિજિટલ સ્કેલેરોસિસનું જોખમ પણ હોય છે. તેમાં તમારી ત્વચા સામાન્યથી વધારે જાડી થઈ જાય છે. ટાઈપ-1 અને ટાઈપ-2 ડાયાબિટીસથી પીડિત વ્યક્તિ આ સમસ્યાઓથી પીડાઈ શકે છે. આંગળીઓ અને અંગૂઠાની ચામડી જાડી અથવા મીણ જેવી થઈ જાય છે. જે લોકોનું બ્લડ શુગર લેવલ અનિયંત્રિત હોય તેમાં આનું જોખમ વધારે હોય છે.

6/6
image

નેક્રોબાયોસિસ એટલે કે કોશિકાઓનું મૃત્યુ પણ ડાયાબિટીસની નિશાની હોઈ શકે છે. આમાં ત્વચા પર નાના, ઉભા, લાલ ફોલ્લીઓ દેખાય છે જે ધીમે ધીમે વધવા લાગે છે અને ચમકદાર બનવા લાગે છે. આમાં ત્વચા પાતળી થઈ શકે છે અને ફાટી પણ શકે છે.