આ રીતે પરફેક્ટ માપ સાથે બનાવશો તો એકદમ બહાર જેવા જ ટેસ્ટી બનશે પાત્રા
Patra Recipe: ઘણી વખત પાત્રા ઘરે બનાવવામાં આવે તો ફરિયાદ હોય છે કે તે બહાર જેવા નથી બનતા. પરંતુ આજે તમને પરફેક્ટ માપ સાથે પાત્રા બનાવવાની રીત જણાવીએ. આ માપ સાથે પાત્રા બનાવશો તો બજાર જેવા જ ટેસ્ટી બનશે.
Trending Photos
Patra Recipe: ચા સાથે દરેક ઘરમાં થોડો નાસ્તો પીરસવામાં આવે છે. સામાન્ય રીતે ચા સાથે ફરસાણ આપવામાં આવે છે. પરંતુ જો તમે ફરસાણ ખાઈને થાકી ગયા હોય તો આજે તમને સ્વાદિષ્ટ પાત્રા બનાવવાની રીત વિશે જણાવીએ. પાત્રાને તમે ચા સાથે કરી શકો છો. ઘણી વખત પાત્રા ઘરે બનાવવામાં આવે તો ફરિયાદ હોય છે કે તે બહાર જેવા નથી બનતા. પરંતુ આજે તમને પરફેક્ટ માપ સાથે પાત્રા બનાવવાની રીત જણાવીએ. આ માપ સાથે પાત્રા બનાવશો તો બજાર જેવા જ ટેસ્ટી બનશે.
પાત્રા બનાવવાની સામગ્રી
અળવીના પાન - 10
ચણાનો લોટ - 3 કપ
ચોખાનો લોટ - 2 કપ
આદુ - 1 ટુકડો
લીલા મરચાં - 3-4
લસણની કળી - 2
પાણી - 3 કપ
હીંગ પાવડર - 1/2 ટીસ્પૂન
સફેદ તલ - 1 ચમચી
અજમો - 1 ચમચી
સ્વાદ પ્રમાણે મીઠું
લાલ મરચું પાવડર - 1/2 ચમચી
હળદર - 1/2 ચમચી
ધાણા પાવડર - 1/2 ચમચી
આમલીની પેસ્ટ - 4 ચમચી
તેલ - 4 ચમચી
રાઈ - 1 ચમચી
જીરું - 1 ચમચી
હીંગ પાવડર - 1/2 ટીસ્પૂન
કોથમીર - જરૂર અનુસાર
નાળિયેરનું ખમણ - 2 ચમચી
ખાવાનો સોડા - 2 ચમચી
પાત્રા બનાવવાની રીત
સૌથી પહેલા અળવીના પાનને પાણીથી સારી રીતે સાફ કરો અને તેની ઉપર વેલણ ફેરવી દો જેથી અળવીના પાન સોફ્ટ થઈ જાય. પાન ઉપર જે જાડી નસ હોય તેને ચાકુથી દૂર કરો.
હવે એક મિક્સરમાં આદુ લીલા મરચા, લસણ અને થોડું પાણી મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો. ત્યાર પછી એક બાઉલમાં ચણાનો અને ચોખાનો લોટ લેવો અને બંને લોટને સારી રીતે મિક્સ કરવા.
લોટની અંદર અજમા નમક લાલ મરચું પાવડર હળદર હળદર ધાણાભાજી આમલીની પેસ્ટ બેકિંગ સોડા મિક્સ કરી સારી રીતે હલાવો. હવે તેમાં તૈયાર કરેલી આદુ-મરચાની પેસ્ટ ઉમેરો અને થોડું પાણી ઉમેરી પેસ્ટ તૈયાર કરી લો.
હવે અળવીના પાનને એક પ્લેટ ઉપર રાખો અને તેની ઉપર પેસ્ટને સારી રીતે સ્પ્રેડ કરો. ત્યાર પછી તેનું રોલ બનાવો અને સ્ટીમરમાં 10 થી 15 મિનિટ માટે સ્ટીમ કરો. 15 મિનિટ પછી પાત્રાને ચેક કરો અને પછી રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડા કરો.
પાત્રા ઠંડા થાય એટલે એને ચાકુથી સ્લાઈસમાં કટ કરી લો. હવે એક પેનમાં તેલ ગરમ મૂકો અને તેમાં લીમડાના પાન, રાઈ, તલનો વઘાર કરો. તેમાં પાત્રા ઉમેરી ઉપરથી સૂકા કોપરાનું ખમણ ઉમેરીને ગરમાગરમ સર્વ કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે