ડાયટ કે કસરત વિના ઘટાડવું છે વજન? તો અપનાવો આ ઘરેલુ નુસખો, બરફની જેમ ઓગળશે ચરબી
Weight Loss Powder Recipe: કેટલાક લોકો એવા હોય છે જેમને વજન તો ઉતારવું હોય છે પરંતુ તેઓ ડાયટ કરી શકતા નથી અને એક્સરસાઇઝ કરવાનો સમય હોતો નથી. આવા લોકોએ નિરાશ થવાની જરૂર નથી. કારણ કે ડાયટ ન કરી શકતા અને દોડધામમાંથી સમય ન કાઢી શકતા લોકો પણ એક આયુર્વેદિક પાવડર ઘરે બનાવીને તેનું સેવન કરી વજન ઘટાડી શકે છે.
Trending Photos
Weight Loss Powder Recipe: પેટ અને કમરના ભાગે જો ચરબી જામી જાય તો તે દેખાવમાં ખરાબ લાગે છે અને સાથે જ ઘણી બીમારીઓનું કારણ પણ બને છે. ચરબી વધવાના ઘણા કારણો હોય છે. જેમાં સૌથી મોટું કારણ હોય છે કલાકો સુધી બેસીને કામ કરવું અને શારીરિક શ્રમનો અભાવ. જે લોકોની દિનચર્યા બેઠાડું હોય છે અને તેઓ શારીરિક શ્રમ નથી કરતા તેમના શરીરમાં ચરબી ઝડપથી જામવા લાગે છે.
લોકો પહેલા આ બાબતે ધ્યાન આપતા નથી અને જ્યારે વજન વધી જાય છે તો તેને ઓછું કરવા માટે ડાયટ, યોગા, એક્સરસાઇઝ વગેરે શરૂ કરે છે. જો કે કેટલાક લોકો એવા હોય છે જેમને વજન તો ઉતારવું હોય છે પરંતુ તેઓ ડાયટ કરી શકતા નથી અને એક્સરસાઇઝ કરવાનો સમય હોતો નથી. આવા લોકોએ નિરાશ થવાની જરૂર નથી. કારણ કે ડાયટ ન કરી શકતા અને દોડધામમાંથી સમય ન કાઢી શકતા લોકો પણ એક આયુર્વેદિક પાવડર ઘરે બનાવીને તેનું સેવન કરી વજન ઘટાડી શકે છે.
ઘરેલુ નુસખાથી 21 દિવસમાં ઘટાડો વજન
આ પણ વાંચો:
જો તમારા પેટ અને કમરની આસપાસ પણ ચરબીના થર જામી ગયા છે અને તમે સમયના અભાવના કારણે કસરત કરી શકતા નથી તો તમે આ પ્રયોગ 21 દિવસ સુધી કરીને પેટની ચરબીને ઉતારી શકો છો. આ આયુર્વેદિક પાવડર ઘરે જ તૈયાર થઈ જાય છે અને તેને 21 દિવસ સુધી ખાવાથી શરીરની ચરબી ઉતારવા લાગે છે. આ આયુર્વેદિક પાઉડર બનાવવામાં દેશી વસ્તુઓનો જ ઉપયોગ થાય છે તેથી તેની કોઈ આડઅસર પણ થતી નથી.
આયુર્વેદિક પાવડર બનાવવાની સામગ્રી
વરીયાળી 50 ગ્રામ
અળસી 50 ગ્રામ
જીરુ અને હરડે 25 ગ્રામ
એક મુઠ્ઠી મીઠા લીમડાના પાન
અડધી ચમચી સિંધવ મીઠું
આયુર્વેદિક પાવડર બનાવવાની રીત
ઉપરોક્ત બધી વસ્તુઓને અલગ અલગ પીસી અને એક બાઉલમાં મિક્સ કરી લો. તૈયાર કરેલા પાવડરને એક એર ટાઈટ બોટલમાં ભરો. હવે આ પાવડરને રોજ રાત્રે સુતા પહેલા લેવાનું રાખો. ભોજન કર્યાના બે કલાક પછી હુંફાળા પાણીમાં એક ચમચી આ પાઉડર મિક્સ કરીને પી લેવો. 21 દિવસ સુધી આ નુસખો અજમાવશો તો તમે અનુભવશો કે પેટ અને કમરની ચરબી ઘટવા લાગી છે અને વજન પણ ઓછું થઈ રહ્યું છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે