જાણો IAS તપસ્યા પરિહારની સફળતાની કહાની

Tapasya Parihar:તપસ્યાએ શિક્ષણ કેન્દ્રીય વિદ્યાલયમાંથી પૂર્ણ કર્યું અને બાદમાં ઇન્ડિયન લૉ સોસાયટીની લૉ કૉલેજ, પુણેમાંથી સ્નાતક પૂર્ણ કર્યું.. તપસ્યાએ કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સિવિલ સર્વિસમાં જોડાવાનું નક્કી કર્યું. આ માટે તેણે પોતાની જાતને તૈયાર કરવાનું શરૂ કર્યું

જાણો IAS તપસ્યા પરિહારની સફળતાની કહાની

Tapasya Parihar: દેશની સૌથી પ્રતિષ્ઠિત સેવા એટલે  કે સિવિલ સર્વિસમાં સફળતા મેળવવા માટે લોકો રાત-દિવસ મહેનત કરતા હોય છે. આ પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ ઘર છોડીને સારી અને મોંઘી કોચિંગમાં પ્રવેશ મેળવે છે. અને મહેનત કરે છે. તેમ છતાં તૈયારી કરનારા ઘણા વિદ્યાર્થીઓને સફળતા મળતી નથી. કેટલાક લોકો તેમની તૈયારી સ્વ-અધ્યયન પણ કરતા હોય છે. જાણો મધ્ય પ્રદેશના રહેવાસી તપસ્યા પરિહારની કહાની. તેમણે પણ જાતમહેનતથી IASની તૈયારી કરી સફળતા મેળવી હતી. 

 
પહેલી ટ્રાયલમાં સિલેક્ટ ન થયા બાદ પણ  તપસ્યાને હાર ના માની 

 તપસ્યા પરિહારનો જન્મ 22 નવેમ્બર 1992ના રોજ થયો  હતો. તપસ્યા પરિહાર મૂળ મધ્ય પ્રદેશના નરસિંહપુરના જોવા ગામના છે.  તપસ્યાએ શિક્ષણ કેન્દ્રીય વિદ્યાલયમાંથી પૂર્ણ કર્યું અને બાદમાં ઇન્ડિયન લૉ સોસાયટીની લૉ કૉલેજ, પુણેમાંથી સ્નાતક પૂર્ણ કર્યું.. તપસ્યાએ કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સિવિલ સર્વિસમાં જોડાવાનું નક્કી કર્યું. આ માટે તેણે પોતાની જાતને તૈયાર કરવાનું શરૂ કર્યું અને પહેલો પ્રયાસ કર્યો, પરંતુ તે પહેલા પ્રયાસમાં સિવિલ સર્વિસ પ્રિલિમ્સનું પેપર પણ ક્લિયર કરી શકી નહીં. જોકે, તેણે હાર માની નહીં. 

આ પણ વાંચો : 

 તપસ્યાએ જાતમહેનત જ કરવામાં ધ્યાન આપ્યું 

 તપસ્યાને પહેલી ટ્રાયલમાં જો કે સિવિલ સર્વિસમાં સફળતા મળી ન હતી. તપસ્યાએ બીજા પ્રયાસમાં સખત મહેનત કરી અને આ વખતે તેણે જાતમહેનત કરીને સફળતા મેળવી...આ સાથે તેણે પોતાની નોટ્સ પણ બનાવીને મજબૂત તૈયારી કરી હતી. તેને અભ્યાસક્રમ પ્રમાણે એક શિડ્યુલ બનાવ્યું હતું કે જેમાં તે બધા વિષયો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકે. 

 તપસ્યાએ બીજા પ્રયાસમાં મળી સફળતા

તપસ્યા પરિહારે તેના બીજા પ્રયાસમાં સખત મહેનત કરી અને નોટ્સ તેમજ પાઠ્યપુસ્તકોનો અભ્યાસ કર્યો. આ પ્રયાસમાં જ તેણે પ્રિલિમ, મેઈન અને ઈન્ટરવ્યુની પરીક્ષા પાસ કરી હતી. આ સાથે, તેણીએ ન માત્ર પરીક્ષા પાસ કરી, પરંતુ આ પરીક્ષામાં 23મો રેન્ક મેળવીને IAS ટોપર પણ બની.

ધરતીપુત્રની દીકરી બની IAS 

તપસ્યા પરિહારના પિતા ખેડૂત છે. તપસ્યા પરિહારે 2021માં IFS ઓફિસર ગર્વિત ગંગવાર સાથે લગ્ન કર્યા. તપસ્યા પરિહારે પોતાના લગ્નમાં કન્યાદાન આપવાની ના પાડી. તેણે કહ્યું હતું કે દીકરી કોઈ ભેટ નથી. આવી સ્થિતિમાં પરિવારે પણ તેનો સાથ ન હતો આપ્યો. તપસ્યા પરિહાર સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. અને ઈન્સ્ટાગ્રામ પર તેના 11 હજારથી વધુ ફોલોઅર્સ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news