Rose Day: જાણો કયા રંગના ગુલાબમાં શું છૂપાયેલો છે Massage

રોઝ ડે સાથે જ વેલેન્ટાઈ વીકની શરૂઆત થઈ ગઈ છે. પ્રેમનો આ સપ્તાહ 7 ફેબ્રુઆરીથી એટલે કે આજથી શરૂ થઈ ગયો છે. વેલેન્ટાઈન વીકમાં પહેલો દિવસ રોઝ ડે હોય છે. આવો જાણીએ કે આજના દિવસે કયા રંગના ગુલાબમાં કયો મેસેજ છૂપાયેલો છે. 

Rose Day: જાણો કયા રંગના ગુલાબમાં શું છૂપાયેલો છે Massage

Valentine Week: રોઝ ડે સાથે જ વેલેન્ટાઈ વીકની શરૂઆત થઈ ગઈ છે. પ્રેમનો આ સપ્તાહ 7 ફેબ્રુઆરીથી એટલે કે આજથી શરૂ થઈ ગયો છે. વેલેન્ટાઈન વીકમાં પહેલો દિવસ રોઝ ડે હોય છે. આવો જાણીએ કે આજના દિવસે કયા રંગના ગુલાબમાં કયો મેસેજ છૂપાયેલો છે. 

લાલ ગુલાબ
લાલ ગુલાબ (Red Rose) યુવાઓમાં ખુબ પ્રચલિત અને ફેવરિટ છે. તે પ્રેમનું પ્રતિક મનાય છે. લાલ ગુલાબનો ગાઢ લાલ રંગ પ્રેમના ઊંડાણને દર્શાવે છે. આ દિવસે યુવાઓ પોતાના મનપંસદ ગુલાબ આપીને પ્રેમનો ઈકરાર કરે છે. 

પીળું ગુલાબ
પીળું ગુલાબ (Yellow Rose) મિત્રતાનું પ્રતિક છે. જો તમે કોઈના ખુબ જ સારા મિત્ર છો અને તમારા મિત્રને ખુબ પ્રેમ કરો છો તો તેને પીળું ગુલાબ આપીને તેના પ્રત્યે તમારા પ્રેમ અને મિત્રતાને દર્શાવો. વાત જાણે એમ છે કે પીળો રંગ મિત્રતાના ઊંડાણને દર્શાવે છે. આથી આ દિવસે પીળું ગુલાબ તમારી મિત્રતાને વધુ મજબૂત બનાવશે. 

સફેદ ગુલાબ
લગ્નોમાં સૌથી વધુ સફેદ ગુલાબ (White Rose) નો ઉપયોગ થાય છે. સફેદ ગુલાબ પવિત્રતા અને શાંતિનું પ્રતિક ગણાય છે. જો તમે તમારા શુદ્ધ પ્રેમને વ્યક્ત કરવા માંગો છો તો સફેદ ગુલાબ આપીને તમારા નિર્મળ પ્રેમનો અહેસાસ કરાવી શકો છો. તમારા માતા, દાદી કે ઘરના સભ્યોને તમે આ દિવસે સફેદ ગુલાબ આપી શકો છો. 

ગુલાબી ગુલાબ
જો તમારા જીવનમાં કોઈ એવી વ્યક્તિ છે જે તમને ખુબ પ્રેરણા આપે છે કે પછી તમે જેમની પ્રશંસા કરતા થાકતા નથી તો તેમને ગુલાબી રંગ (Pink Rose) નું ગુલાબ આપી શકો છો. જો કોઈ તમારા રોલ મોડલ હોય કે જેમને તમે ફોલો કરો છો તો તેમને પણ પિંક ગુલાબ આપીને તમે તમારું ડેડિકેશન બતાવી શકો છો. 

નારંગી ગુલાબ
આ રંગના ગુલાબ (Orange Rose) બજારમાં ખુબ ઓછા મળે છે. પરંતુ જો તમે તમારા પ્રેમના ઝનૂનને દર્શાવવા માંગતા હોવ અને સાથે સાથે એમ પણ બતાવવા માંગતા હોવ કે તમે તેમના માટે કૃતજ્ઞ છો, તો તમે તેમના નારંગ રંગનું ગુલાબ આપી શકો છો. આ રંગ ઝૂનૂનનું પ્રતિક ગણાય છે. આ રંગ શાસ્ત્રોમાં પણ ખુબ ખાસ ગણવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news