સુધરી જજો નહીં તો કોઈ છોકરી નહીં બનાવે તમને બોયફ્રેન્ડ! 7 ટેવ સુધારવી પડશે

Habits: પુરુષ હોય કે મહિલા તમામને એક-બીજાની કોઈને કોઈ આદત ખુબ જ ખરાબ લાગે છે. મહિલાઓની વાત કરીએ તો તેઓ પોતાના પાર્ટનર ચૂઝ કરવામાં ખુબ જ નાની-નાની બાબતો ધ્યાન રાખતી હોય છે. તો ચાલો જાણીએ કઈ આદતોવાળા પુરુષો મહિલાઓને નથી આવતા પસંદ. 

સુધરી જજો નહીં તો કોઈ છોકરી નહીં બનાવે તમને બોયફ્રેન્ડ! 7 ટેવ સુધારવી પડશે

Boyfriend: પુરુષ હોય કે મહિલા તમામને એક-બીજાની કોઈને કોઈ આદત ખુબ જ ખરાબ લાગે છે. મહિલાઓની વાત કરીએ તો તેઓ પોતાના પાર્ટનર ચૂઝ કરવામાં ખુબ જ નાની-નાની બાબતો ધ્યાન રાખતી હોય છે. તો ચાલો જાણીએ કઈ આદતોવાળા પુરુષો મહિલાઓને નથી આવતા પસંદ. આ 7 આદતો વાળા છોકરાઓથી દુર રહે છે છોકરીઓ! તમારામાં આવી આદતો હોય તો સુધરી જજો નહીં તો કોઈ છોકરી નહીં બનાવે તમને બોયફ્રેન્ડ!

હમેશા ખુદના વખાણ કરતા પુરુષોઃ
મહિલાઓને એવા પુરુષ નથી પસંદ આવતા જે ખુદ જ પોતાના વખાણ કરતા હોય છે. આવા પુરુષો સામે વાળા વ્યક્તિને કોઈ દિવસ બોલવાની તક નથી આપતા. મહિલાઓને કાયમ પોતાના વિશે વાત કરતા અને પોતાના વિશે સાંભળવા રસ ધરાવતા પુરુષોમાં રસ નથી હોતો. આવા પુરુષોને સામેવાળા વ્યક્તિના જિવનમાં શું ચાલી રહ્યું છે તે જાણવામાં કોઈ રસ નથી હોતો. વગર કોઈ રિસ્પોન્સે પણ પુરુષો કન્ટીન્યું બોલ્યા રાખે છે તેવા પુરુષો મહિલાઓને જરા પણ પસંદ નથી પડતા.

કંટ્રોલ કરવાવાળા પુરુષ:
આવા પુરુષો કાયમ પોતાની આજુ-બાજુના લોકોને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરતા હોય છે. મહિલાઓ આવા પુરુષોથી ખુબ જ ચિડાઈ છે. કેમ કે તેઓ કાયમ તમે જે પણ કરો છો અથવા કહો છો તે વાતને પોતાના હિસાબથી જ કરવા માગે છે. અને જો તમે તેમનાથી કોઈ અલગ વાત કરો તો તેઓ વાતનો વિરોધ કરશે અને તમને તેમની વાત પર સહમત થવા માટે મનાવવા લાગશે. અને જો તમે નહીં માનો તો તેઓ ગુસ્સો કરશે. રિલેશનશિપમાં આવા પાર્ટનરને જરા પણ સ્પેસ નથી આપતા. આવા પુરુષોથી મહિલાઓ દુર ભાગે છે.

દરેક વાતમાં રડતા પુરુષો:
આવા લોકોના જીવનમાં હોવાથી તમારા જીવનની રોનક ખત્મ થઈ જતી હોય છે. મહિલાઓ આવા પુરુષોથી દુર જ રહેવાનું પસંદ કરે છે. આવા પુરુષો કાયમ કોઈને કોઈ વાત માટે રડતા હોય છે. સ્વભાવથી આવા લોકો નકારાત્મક હોય છે. આવા લોકો કોઈ પણ વાતને નરજઅંદાજ નથી કરી શકતા. રિલેશનશિપમાં કાયમ નેગેટિવ વાતો જ જોઈ છે અને પાર્ટનરને નીચું બતાવવામાં કઈ બાકી નથી રાખતા.

દરેક વાત પર ડ્રામા કરવાવાળા પુરુષ:
ઘણા પુરુષોને નાની વાતો પર બખેડો ઉભી કરવાની આદત હોય છે. એક સમસ્યાનું સમાધાવ આવતા તેઓ બીજી સમસ્યા લઈને આવે છે. સામેવાળાથી કાયમ તેઓ સહાનુભૂતિ અને મદદની અપેક્ષા રાખતા હોય છે. આવા વ્યક્તિન સિચુએશન સરખી કરવાની જગ્યાએ તેના પર રડવાનું વધારે રાખે છે. મહિલાઓને આવા પુરુષો નથી ગમતા.

બીજાથી ઈર્ષાકરતો પુરુષ:
આ પ્રકાર લોકો ના તો પોતે ખુશી રહી શકતા નથી તો બીજાની ખુશી જોઈ શકતા. આવા લોકોમાં ઈર્શ્યાવૃતિ વધુ હોય છે. આવી આદતથી દરેક રિલેશશિપમાં કડવાસ જ આવે છે. આ માસિકતાના લોકો બીજાને વધારે અને જલ્દી જજ કરી લે છે અને પોતાનો નિર્ણય આપી દે છે. મહિલાઓ આવા પુરુષોથી નફરત કરે છે.

ખોટું બોલનારા પુરુષ:
ખોટું બોલનારા લોકો કોઈને પણ નથી પસંદ હોતા. ત્યારે, ઘણા લોકો એવા હોય છે જેમને નાની-નાની વાતોમાં પણ ખોટું બોલવાની આદત હોય છે. અનેકવાર પોતાની એક ભુલ છુપાવવા માટે આવા વ્યક્તિ હજારો વાર ખોટું બોલવામાં પણ ખચકાતા નથી. તેવા ખોટાડા પુરુષ મહિલાઓને નથી પસંદ હોતા.

વખાણ ના કરનાર:
મહિલાઓ એવા પુરુષનો જરા પણ પસંદ નથી કરતી જે તેની સફળતા માટે વખાણ નથી કરતા. સાથે જ મહિલાને પ્રોત્સાહિત ન કરતા પુરુષો પણ તેમને નથી પસંદ. આવા લોકો પોતાના પાર્ટનરનું બિલકુલ ખ્યાલ નથી રાખતા. ત્યારે, આવા લોકોને પ્રેમ કરવાનું ખુબ જ અઘરુ છે.      

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news