પાટીદારો હવે સમાજ સુધારણાના રસ્તે, આ શહેરના પાટીદારોએ બેઠક બોલાવીને લીધા મોટા નિર્ણયો
Patidar Samaj : જુનાગઢમાં લેઉવા પટેલ સમાજ જ્ઞાતિની બેઠક મળી હતી, જેમાં લગ્ન-મરણ જેવા રિવાજોમાં ખોટો ખર્ચ અટકાવવા નિર્ણયો લેવાયા...
Trending Photos
Junagadh News : ગુજરાતમાં પાટીદાર સમાજની સુખી સંપન્ન સમાજ તરીકેની ગણતરી થાય છે. આ સમાજના લોકો સામાજિક પહેલ લાવવામાં આગળ પડતા છે. પાટીદારો સમાજ સતત નવું કરવા પ્રયત્નશીલ હોય છે. ત્યારે હવે ગુજરાતના અનેક શહેર-જિલ્લાના પાટીદાર સમાજોએ ખોટા કુરિવાજો દૂર કરવા કમર કસી છે. આ માટે હવે સમાજના રીતિરિવાજોમાં બદલાવ લાવવામાં આવ્યો છે. ત્યારે જુનાગઢના લેઉવા પટેલોએ પણ પહેલ કરી છે. જેમાં કુરિવાજોને દૂર કરવા કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા.
જૂનાગઢમાં લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટની એક બેઠક મળી હતી. આ બેઠકમાં જ્ઞાતિ અગ્રણીઓએ જ્ઞાતિ સમાજ ભવન અને સામાજીક કાર્યો માટે પાર્ટી પ્લોટનું નિર્માણ કરવાનો સંકલ્પ વ્યકત કર્યો હતો. જેમાં લગ્ન, મરણ જેવા પ્રસંગોમાં પૈસાનો ખોટો ખર્ચ ઘટાડવા પર ચર્ચા કરાઈ. સાથે નાણાંનો વ્યય અટકાવો જોઈએ. તેને બદલે આવી રકમનો શિક્ષણ પાછળ ખર્ચ કરવો જોઈએ. આવી પહેલ લેઉવા પટેલ સમાજના અગ્રણીઓએ કરી છે.
બેઠકમાં વધુમાં માં જણાવાયું હતું કે, કાર્ય કરવું અને કર્મના સિદ્ધાંતને અનુસરીને પરહિતકારી બનવું એ લેઉવા પટેલ સમાજની આગવી ઓળખ છે. આજે સંતાનોના પ્રાથમિક શિક્ષણથી ઉચ્ચ શિક્ષણ સુધી માતા- પિતા મોટાભાગે અજ્ઞાન ન હોય છે અથવા અંધારામાં હોય છે. ત્યારે શિક્ષણ અને સ્પર્ધાત્મક કસોટીઓમાં કૃષિકાર સંતાનોને પથ પુરો પાડવો એટલું જ જરૂરી છે.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે