29 માર્ચ પછી આ 2 રાશિવાળા ખાસ રહેજો સાવધાન! શરૂ થઈ જશે શનિની ઢૈય્યા, ભારે ઉથલપાથલના એંધાણ

નવું વર્ષ 2025 શરૂ થઈ ગયુ છે. પરંતુ આ વર્ષે 2 રાશિવાળાએ શનિદેવથી ખાસ બચવું પડશે. કારણ કે 29 માર્ચના રોજ જેવા શનિદેવ રાશિ પરિવર્તન કરશે  કે ત્યારબાદ આ  બંને રાશિના જાતકો પર ઢૈય્યાની શરૂઆત થઈ જશે. તેમાંથી રાહત માટેના ઉપાય પણ ખાસ જાણો. 

1/7
image

ગ્રહ ગોચરની દ્રષ્ટિએ વર્ષ 2025 ખુબ જ મહત્વપૂર્ણ રહેશે. આ વર્ષે ન્યાય અને કર્મના દેવતા શનિદેવ ગોચર કરશે. શનિના રાશિ પરિવર્તન સાથે જ કેટલીક રાશિઓ પર જ્યાં શનિની સાડા સાતી અને ઢૈય્યાનો અંત આવશે તો કેટલીક રાશિ પર ઢૈય્યા અને સાડા સાતીનો તબક્કો શરૂ થશે. 

2 રાશિઓ પર શરૂ થશે ઢૈય્યા

2/7
image

જ્યોતિષ શાસ્ત્ર મુજબ ન્યાયના દેવતા શનિ મહારાજ 29 માર્ચ 2025ના રોજ રાતે 11.01 વાગે કુંભ રાશિમાથી નીકળીને મીન રાશિમાં ગોચર કરશે. મીન રાશિમાં શનિદેવના ગોચર કરતા જ બે રાશિઓ પર શનિની ઢૈય્યાની શરૂઆત થશે. આ રાશિઓ વિશે ખાસ જાણો. 

સિંહ રાશિ

3/7
image

શનિદેવના મીન રાશિમાં ગોચર કરતાની સાથે જ સિંહ રાશિવાળા પર શનિની ઢૈય્યા શરૂ થઈ જશે. અત્રે જણાવવાનું કે શનિ ઢૈય્યાનો પ્રભાવ કોઈ રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે અને આ દરમિયાન અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.   

ધનુ રાશિ

4/7
image

સિંહ રાશિ બાદ ધનુ રાશિવાળાએ પણ વર્ષ 2025માં સાવધાની વર્તવાની જરૂર છે. કારણ કે શનિદેવ મીન રાશિમાં ગોચર કરશે ત્યારબાદ ધનુ રાશિના જાતકો ઉપર પણ ઢૈય્યાની શરૂઆત થશે. આથી શનિની ઢૈય્યાના પ્રભાવથી બચવા માટે કયા કયા ઉપાયો કરવા તે ખાસ જાણો. 

હંમેશા કષ્ટકારી હોય તે જરૂરી નથી

5/7
image

જ્યોતિષ શાસ્ત્ર મુજબ ઢૈય્યા અને સાડાસાતી હંમેશા કષ્ટકારી હોય એવું પણ જરૂરી નથી. જો તમારા કર્મો સારા હોય તો શનિદેવ ચોક્કસપણે તમને કષ્ટ પહોંચાડશે નહીં. પરંતુ જો તમે જાણતા અજાણતા પણ કોઈને કષ્ટ પહોંચાડ્યું હશે તો ઢૈય્યાના ચરણમાં શનિની વક્ર દ્રષ્ટિથી બચી શકશો નહીં.   

ઢૈય્યાથી રાહતના ઉપાય

6/7
image

ઢૈય્યાના પ્રભાવને ઓછો કરવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે. જે રાશિઓ પર શનિ ઢૈય્યા ચાલતી હોય તેમણે અનુશાસન અને નિયમોનું પાલન કરવું જોઈએ. શનિદેવની સાથે જ પીપળાનું ઝાડ, હનુમાનજી અને શિવજીની પૂજા કરો. ગરીબ-મજૂરોની મદદ કરો અને વડીલોનું અપમાન ન કરો. 

 

Disclaimer:

7/7
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.