વાળને શાઈની અને સ્મૂધ કરવા હોય તો વાળ ધોવા માટે શેમ્પૂ નહીં આ રીતે કરો દૂધનો ઉપયોગ
Home Remedies For Smooth Hair: દૂધમાં પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. દૂધ વાળના મૂળને પણ પોષણ પુરુ પાડે છે. દૂધ વાળને ડીપ નરીશ કરે છે અને વાળની ડ્રાસનેસની સમસ્યા દૂર થાય છે. તેનાથી વાળ સુંદર દેખાય છે.
Trending Photos
Home Remedies For Smooth Hair: આજે તમને વાળને સ્મૂધ અને શાઈની બનાવતા દૂધના હેર માસ્ક વિશે જણાવીએ. દૂધ વાળને ડીપ નરીશ કરે છે અને તેનાથી વાળની ડ્રાયનેસ પણ દૂર થાય છે. સાથે જ રુક્ષ અને બેજાન વાળ સ્મૂધ અને સિલ્કી બને છે. તેનાથી વાળમાં ગણતરીની મિનિટોમાં ચમક આવી જાય છે.
આ પણ વાંચો:
દૂધમાં પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. દૂધ વાળના મૂળને પણ પોષણ પુરુ પાડે છે. દૂધ વાળને ડીપ નરીશ કરે છે અને વાળની ડ્રાસનેસની સમસ્યા દૂર થાય છે. તેનાથી વાળ સુંદર દેખાય છે. તો ચાલો તમને જણાવીએ કે દૂધનું હેર માસ્ક કેવી રીતે બનાવવું.
દૂધનું હેર માસ્ક બનાવવા માટે એક કપ દૂધ અને 2 ચમચી મધની જરૂર પડશે. સૌથી પહેલા એક બાઉલમાં 1 કપ દૂધ લેવું અને તેમાં 2 ચમચી મધ ઉમેરો. ત્યારબાદ તેને બરાબર મિક્સ કરો. ત્યારપછી તેને વાળમાં બરાબર રીતે લગાવો. માસ્કને વાળના મૂળથી લઈ છેડા સુધી લગાવો અને પછી 10 મિનિટ હળવા હાથે મસાજ કરો. ત્યારબાદ એક ટુવાલને ગરમ પાણીમાં બોળી માથા પર બાંધી લો. 30 મિનિટ પછી વાળને વોશ કરી લેવા. દર 15 દિવસે આ માસ્કનો ઉપયોગ કરશો એટલે ડેમેજ વાળ રિપેર થઈ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે