Lungs: સિગારેટ પીવાની આદત છે? તો ફેફ્સાને સ્વસ્થ રાખવા આટલું જરૂર કરો
માનવ શરીરમાં ફેફસા એક મહત્વનું અંગ છે. ફેફ્સા હોય છે જે ઓક્સિજનને ફિલ્ટર કરવાનું કામ કરે છે. ફેફસામાં ઓક્સિજન ફિલ્ટર થયા પછી જ આખા શરીરમાં પહોંચે છે. તેવામાં જો ફેફ્સા ખરાબ થાય તો વ્યક્તિને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે અને વ્યક્તિ મોતના મુખમાં પણ જઈ શકે છે, ત્યારે આજે અમે તમને એવા ડાયટ વિશે જણાવવા જઈ રહ્યા છે. જેનાંથી તમે તમારા ફેફ્સાને સ્વસ્થ રાખી શકશો.
Trending Photos
માનવ શરીરમાં ફેફસા એક મહત્વનું અંગ છે. ફેફ્સા હોય છે જે ઓક્સિજનને ફિલ્ટર કરવાનું કામ કરે છે. ફેફસામાં ઓક્સિજન ફિલ્ટર થયા પછી જ આખા શરીરમાં પહોંચે છે. તેવામાં જો ફેફ્સા ખરાબ થાય તો વ્યક્તિને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે અને વ્યક્તિ મોતના મુખમાં પણ જઈ શકે છે, ત્યારે આજે અમે તમને એવા ડાયટ વિશે જણાવવા જઈ રહ્યા છે. જેનાંથી તમે તમારા ફેફ્સાને સ્વસ્થ રાખી શકશો.
જો તમે સિગારેટ પીવો છો, તો તમારે તમારા ફેફ્સાનું ખાસ ધ્યાન રાખવુ પડે છે. કારણ કે માનવ શરીરમાં ફેફસા એક મહત્વનું અંગ છે. ફેફ્સામાં જ ઓક્સિજન ફિલ્ટર થાય છે અને આખા શરીરમાં પહોંચે છે. ધુમ્રપાન સહિત વાયુ પ્રદુષણનું પણ ફેફ્સા પર ખુબ ખરાબ અસર થાય છે. આ બધાના કારણે જ શ્વાસ સંબંધિત બીમારીઓ જેવી કે અસ્થમા, બ્રોકાઈટિસ, નિમોનિયા, ટીબી, કેન્સર જેવી જીવલેણ બીમારીઓ થઈ શકે છે. ત્યારે જો તમારે તમારા ફેફ્સા સ્વસ્થ રાખવા હશે તો દરરોજ કસરત અને ડાયટ ફોલો કરવું પડશે.
સ્વસ્થ ડાયટની મદદથી તમે લાંબા સમય સુધી તમારા ફેફસાને સ્વસ્થ રાખી શકો છો. ભારતના વાત કરીએ તો વાયુ પ્રદુષણ અને સિગારેટ પીવાના કારણે લોકોમાં ફેફ્સા સંબંધિત સમસ્યાઓ વધવા લાગી છે. ત્યારે હવે તમારે ફેફ્સાને સ્વસ્થ રાખવા માટે સ્વસ્થ ડાયટની મદદ લેવી જ પડશે.
અખરોટ: મેરિકન કોલેજ ઓફ ન્યૂટ્રિશન દ્વારા પ્રકાશિત થયેલા જર્નલમાં જણાવાયુ છે કે અખરોડમાં ભરપૂર માત્રામાં ઓમેગા-3 ફૈટી એસિડ હોય છે. ત્યારે જો ડાયટમાં દરરોજ એક મુઠ્ઠી અખરોટનું સેવન કરવામાં આવે તો ફેફસા સંબંધિત સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. અખરોટ શ્વાસ સંબંધિત સમસ્યા એટલે કે અસ્થમાના દર્દી માટે તો ખુબ જ ફાયદાકારક છે.
ફૈટી ફિશ: માછલીનું સેવન પણ ફેફ્સાને સ્વસ્છ રાખવામાં મદદ કરે છે, પરંતુ માત્ર એવી જ માછલી કે જેમાં ફૈટની માત્રા વધારે હોય. આવી માછલી ખાવી એ ફેફસા માટે લાભદાયી છે. કારણ કે આવી માછલીમાં પૂરતા પ્રમાણમાં ઓમેગા-3 ફૈટી એસિડ હોય છે.
બેરીજ: કોઈપણ પ્રકારના બેરીજનું સેવન કરવું એ ફેફસા માટે ખૂબ જ ફાયદાકારક છે. બેરીજમાં એન્ટી-ઓક્સિડન્ટ જેવા વિટામિન-C ભરપૂર માત્રામાં હોય છે, જે ફ્રી રેડિકલ્સ સાથે લડવામાં મદદરૂપ થાય છે.
બ્રોકોલી: એન્ટી-ઓક્સિડન્ટથી ભરપૂર બ્રોકોલી ફેફ્સાને સ્વસ્થ બનાવવામાં મદદરૂપ થાય છે. માત્ર ફેફ્સા માટે જ નહી, પરંતુ બ્રોકોલી શરીરમાં સ્ટેમિના માટે પણ એટલી જ ફાયદાકારક છે.
આદું: આદું ન માત્ર એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, પરંતુ આદું ફેફ્સામાંથી પ્રદૂષણ બહાર કાઢવામાં પણ મદદ કરે છે. આદુંનું સેવન કરવાથી ફેફસાનો વાયુમાર્ગ ખુલી જાય છે, જેથી ઓક્સિજનનું સર્ક્યુલેશન સરળતાથી થવા લાગે છે. એટલું જ નહીં આદું ફેફ્સાને પણ સ્વસ્થ બનાવે છે.
સફરજન: જો તમે તમારા ફેફસા સ્વસ્થ રાખવા માગો છો, તો તમારે દરરોજ સફરજન ખાવાની આદત રાખવી પડશે. સફરજનમાં હાજર વિટામિન ફેફસાને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. એક રિસર્ચ પ્રમાણે ફેફસાને સ્વસ્થ રાખવામાં વિટામિન-ઈ, વિટામિન-સી, બીટા કૈરોટીન અને ખાટા ફળ ખુબ જ ફાયદાકારક છે.
અલસીના બી: જો તમે દરરોજ અલસીના બી ખાવાનું રાખશો તો તમારા ફેફસાને નુકશાન થતું અટકાવી શકાશે, એટલું જ નહીં એક રિસર્ચમાં ત્યાં સુધી દાવો કરાયો છે કે જો તમારા ફેફસાનું નુકશાન થઈ ચુક્યુ છે, તો પણ અલસીના બી તેને સ્વસ્થ કરવામાં મદદ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે