Marburg Virus: આ દેશમાં સામે આવ્યો કોરોના કરતાં પણ વધુ ખતરનાક વાયરસ, WHOએ આપી ચેતવણી

Marburg Virus Fatality Ratio: એક નવો વાયરસ મારબર્ગ વાયરસ (Marburg Virus) આફ્રિકન દેશ ઇક્વેટોરિયલ ગિનીમાં (Equatorial Guinea) પ્રવેશ્યો છે અને તેના ચેપને કારણે અત્યાર સુધીમાં 9 લોકો મૃત્યુ પામ્યા છે.

Marburg Virus: આ દેશમાં સામે આવ્યો કોરોના કરતાં પણ વધુ ખતરનાક વાયરસ, WHOએ આપી ચેતવણી

Marburg Virus found in Equatorial Guinea: કોરોનાવાયરસનો કહેર હજુ સંપૂર્ણ રીતે સમાપ્ત થયો નથી, ત્યાં સુધી આફ્રિકન દેશ ઇક્વેટોરિયલ ગિનીમાં (Equatorial Guinea) એક નવા વાયરસે દસ્તક આપી છે. મારબર્ગ વાયરસના (Marburg Virus) ચેપને કારણે અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે અને તે કોવિડ-19 (Covid-19)કરતા પણ વધુ ખતરનાક છે.

માર્બર્ગ વાયરસના લક્ષણો ઇબોલા વાયરસ જેવા 
ઇક્વેટોરિયલ ગિનીમાં  (Equatorial Guinea) જોવા મળતા મારબર્ગ વાયરસના (Marburg Virus)લક્ષણો ઇબોલા વાયરસ (Ebola Virus) જેવા જ છે અને મોટી સંખ્યામાં લોકો તેનાથી સંક્રમિત થયા છે. મારબર્ગ વાયરસના સામાન્ય લક્ષણો તાવ અને છાતીમાં દુખાવો છે. તે એટલો ખતરનાક છે કે જો સમયસર સારવાર ન મળે તો દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે.

WHO એ ચેતવણી જાહેર કરી
મારબર્ગ વાયરસ (Marburg Virus) મળ્યા બાદ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ ચેતવણી જાહેર કરી છે અને લોકોને સાવચેત રહેવાની સૂચના આપી છે. WHOના નિવેદન અનુસાર, અસરગ્રસ્ત જિલ્લાઓમાં સંપર્ક ટ્રેસિંગ, ચેપગ્રસ્ત લોકોને અલગ રાખવા અને રોગના લક્ષણો દર્શાવતા લોકોની સારવાર અને સંભાળ માટે એડવાન્સ ટીમો તૈનાત કરવામાં આવી છે.

મૃત્યુ દર 88 ટકા સુધી હોઈ શકે છે
મારબર્ગ વાયરસ (Marburg Virus) ખૂબ જ ખતરનાક છે અને તેના ચેપ પછી મૃત્યુ દર 88 ટકા સુધી જઈ શકે છે. ડબ્લ્યુએચઓના પ્રાદેશિક નિર્દેશક ડો. માતશિદિસો મોએતીએ જણાવ્યું કે મારબર્ગ વાયરસ (Marburg Virus) નો ચેપ ઝડપથી ફેલાય છે. વાયરસના ફેલાવાને રોકવા માટે, WHO એ સ્વાસ્થ્ય કટોકટી નિષ્ણાતો, ચેપ નિયંત્રણ ટીમો, લેબ્સ અને કમ્યુનિકેશન સપોર્ટ સિસ્ટમ્સ તૈનાત કરી છે.

મારબર્ગ વાયરસ ચામાચીડિયાથી માણસોમાં ફેલાય છે
મારબર્ગ વાયરસ ચામાચીડિયાથી માણસોમાં ફેલાય છે. તે પછી ચેપગ્રસ્ત દર્દીના શારીરિક પ્રવાહી, સપાટીઓ અને સામગ્રીના સીધા સંપર્ક દ્વારા માણસથી માણસમાં ફેલાય છે. અત્યાર સુધી આ વાયરસની સારવાર માટે કોઈ રસી કે સારવાર મળી નથી, જો કે સમયસર સારવારથી દર્દીનો જીવ બચી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news