Motion Sickness: ટ્રાવેલ કરતી વખતે હંમેશા ઉલ્ટી આવે છે? તો ટ્રાવેલ બેગમાં રાખો આ 4 વસ્તુઓ

Vomiting During Travel: પ્રવાસ કરવો એ આપણામાંથી ઘણાનો શોખ અને સપનું છે, પરંતુ દરેક વ્યક્તિ માટે પ્રવાસ સુખદ હોય તે જરૂરી નથી. ઘણા લોકો બસ, ટ્રેન અથવા હવાઈ મુસાફરી દરમિયાન ચક્કર આવવા, ઉલ્ટી કે ઉબકા આવવાની ફરિયાદ કરે છે, તેનાથી બચવા માટે તમે કેટલાક સરળ ઉપાયો કરી શકો છો. 

મુસાફરી કરતી વખતે બેગમાં રાખો આ વસ્તુઓ 
મુસાફરી દરમિયાન, બેગમાં કેટલીક એવી વસ્તુઓ રાખો જે તમને ઉલટી અને ચક્કર જેવી સમસ્યાઓ દરમિયાન ઉપયોગી થઈ શકે. તેનાથી તમારી સમસ્યાનો જલ્દી જ ઈલાજ થઈ જશે અને યાત્રા પણ યાદગાર બનશે.

ફુદીનો
પ્રવાસ ઘણા લોકો માટે પરેશાનીઓથી ભરેલો હોય છે, ખાસ કરીને ઉનાળાની ઋતુમાં, તેથી લોકોએ પોતાની સાથે ફુદીનાના પાન, ફુદીનાની ગોળીઓ અથવા તેનું શરબત અવશ્ય રાખવું જોઈએ. જ્યારે પણ તમને કોઈ સમસ્યા લાગે ત્યારે તેનું સેવન કરવુ જોઈએ.

No description available.

લીંબુ
લીંબુને સ્વાસ્થ્યનો ખજાનો માનવામાં આવે છે, તેના રસમાં પેટની તમામ સમસ્યાઓ દૂર કરવાની ક્ષમતા હોય છે. જ્યારે પણ તમે અસ્વસ્થતા અનુભવો છો, ત્યારે લીંબુનો રસ પાણીમાં ભેળવીને પીવો, તેનાથી તરત જ આરામ મળશે.

No description available.

આદુ
મુસાફરી દરમિયાન આદુ સાથે રાખવુ જોઈએ કારણ કે તે ઉલટી અને ઉબકાની સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. તમે આદુ કેન્ડી, આદુની ચા પણ સાથે રાખી શકો છો. જો તમે આ મસાલાને ક્રશ કરીને ગરમ પાણી સાથે પીશો તો પેટમાં થતા બળતરા દૂર થઈ જશે.

No description available.

કેળા
જો તમને ખૂબ જ ઉબકા આવતા હોય તો કેળાને ચોક્કસ ખાઓ, તેને બેગમાં રાખવું પણ ખૂબ જ સરળ છે અને તમે ઉલ્ટીની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. તેને સીધું જ ખાઓ જેથી પેટને લગતી સમસ્યાઓ ઊભી ન થાય.

No description available.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news