ઘરમાં રહેલી આ વસ્તુઓ કરે છે સનસ્ક્રીન લોશન જેવું કામ, તડકાથી ત્વચાને રાખશે સુરક્ષિત
Sunscreen Option: તડકાની હાનિકારક કિરણોથી ત્વચાનું રક્ષણ કરવા માટે તમે આ ઘરેલું ઉપાય પણ અજમાવી શકો છો. આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી તમે સ્કિનને સુરક્ષિત રાખી શકો છો. ખાસ વાત એ છે કે આ વસ્તુઓ દરેક ઘરમાં સરળતાથી મળી રહે તેવી છે.
Trending Photos
Sunscreen Option: સામાન્ય દિવસોમાં પણ જ્યારે ઘરેથી બહાર નીકળવાનું થાય તો તડકાથી ત્વચાનું રક્ષણ કરવું જરૂરી હોય છે. કારણ કે તડકો ત્વચા ને ગંભીર રીતે નુકસાન કરી શકે છે. મોટાભાગે લોકો ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરે છે. પરંતુ જો તમારી પાસે સનસ્ક્રીન લોશન ન હોય અથવા તો આજ સુધી તમે તેનો ઉપયોગ કર્યો ન હોય તો તમને ઘરના રસોડામાં રહેલી કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીએ જે સન સ્ક્રીન લોશનની ગરજ સારી શકે છે.
તડકાની હાનિકારક કિરણોથી ત્વચાનું રક્ષણ કરવા માટે તમે આ ઘરેલું ઉપાય પણ અજમાવી શકો છો. આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી તમે સ્કિનને સુરક્ષિત રાખી શકો છો. ખાસ વાત એ છે કે આ વસ્તુઓ દરેક ઘરમાં સરળતાથી મળી રહે તેવી છે.
આ પણ વાંચો:
નાળિયેર તેલ
નાળિયેર તેલમાં કુદરતી રીતે એસપીએફ છ જેટલું હોય છે. તેનો ઉપયોગ કરવાથી તડકાના કારણે ત્વચાને થતી અસરથી ત્વચાની રક્ષા કરી શકાય છે. જોકે તમારે તડકામાં કલાકો સુધી રહેવાનું હોય તો નાળિયેર તેલ નો ઉપયોગ કરવાનું ટાઢવું.
તલનું તેલ
તડકાની અસરથી બચવા માટે તમે તલના તેલનો ઉપયોગ પણ કરી શકો છો. તેનો ઉપયોગ કરવાથી સ્કીન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે. જો તમે તલનું તેલ લગાડીને બહાર નીકળો છો તો ટ્રેનિંગની સમસ્યા નહીં થાય.
આ પણ વાંચો:
બદામનું તેલ
તડકાની હાનિકારક કિરણોથી ત્વચાનું રક્ષણ કરવા માટે બદામનું તેલ પણ ફાયદાકારક છે. બદામના તેલમાં વિટામીન અને અન્ય પોષક તત્વો હોય છે જે સ્કીન ટેનિંગની સમસ્યાને દૂર કરે છે.
એલોવેરા જેલ
એલોવેરા જેલ ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓમાં રામબાણ દવા જેવું કામ કરે છે તડકાના કારણે ત્વચાને થતા નુકસાનથી પણ એલોવેરા જેલ બચાવી શકે છે એલોવેરા જેલ તમારી ત્વચા માટે નેચરલ સ્કીન ક્રીમ સાબિત થઈ શકે છે. કેટલીક રિસર્ચમાં ખુલાસો થયો છે કે એલોવેરા જેલને લગાડવાથી તડકાના કારણે થતું નુકસાન 20 ટકા સુધી ઘટી જાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે