Relationship Tips: Partner ની સાથે પ્રથમવાર કરી રહ્યાં છો ટ્રાવેલ, ન કરો આવી ભૂલ, બાકી મૂડ થઈ જશે ખરાબ

Mistakes During Travel: પાર્ટનરની સાથે પ્રથમવાર ટ્રાવેલિંગ કરી રહ્યાં છો તો ખુબ એક્સાઇટ હોવ છે, પરંતુ જો તમે કેટલીક વાતનું ધ્યાન નહીં રાખો તો ટૂરની મજા ઉઠાવી શકશો નહીં.

Relationship Tips: Partner ની સાથે પ્રથમવાર કરી રહ્યાં છો ટ્રાવેલ, ન કરો આવી ભૂલ, બાકી મૂડ થઈ જશે ખરાબ

Travelling With Partner: જ્યારે તમે કોઈ નવા સંબંધમાં હોવ અથવા લગ્ન જીવનમાં હો ત્યારે એક્સાઈટમેન્ટ ખૂબ જ વધારે હોય છે, આ સમય દરમિયાન કપલ તેમના જીવનની શ્રેષ્ઠ ક્ષણો પસાર કરવા માંગે છે. તેથી જ તેઓ ટ્રાવેલ કે હનીમૂન પ્લાન કરે છે. આ પળોને હંમેશ માટે યાદગાર બનાવવાના પ્રયાસો કરવામાં આવે છે. જો કે, અનુભવના અભાવે ઘણી વખત યુગલો આવી ભૂલો કરી બેસે છે જેના કારણે મજા બગડી જાય છે અને પછી પસ્તાવા સિવાય કશું જ બચતું નથી. ચાલો જાણીએ કે જો તમે તમારા લવ પાર્ટનર સાથે પહેલીવાર મુસાફરી કરી રહ્યા હોવ તો તમારે કઈ ભૂલો ન કરવી જોઈએ.

પાર્ટનર સાથે ફરવા દરમિયાન કરો આવી ભૂલ
1.બંનેના ટ્રાવેલ ઈન્ટરેસ્ટનો ખ્યાલ ન રાખવો

દરેક વ્યક્તિની અલગ-અલગ પસંદગીઓ હોય છે, કેટલાક લોકોને પહાડી ખીણોમાં ફરવું ગમે છે તો કેટલાક લોકોને દરિયાઈ પવન ગમે છે. જો તમારા બંનેની મુસાફરીમાં અલગ-અલગ રસ હોય તો એકબીજાનું ધ્યાન રાખો. એવી જગ્યાની મુલાકાત લેવાનો પ્રયાસ કરો જ્યાં બંનેની લાઈક્સ મેચ થઈ શકે, નહીં તો કોઈ પણ વ્યક્તિ પ્રવાસનો આનંદ માણી શકશે નહીં.

2. ખોટી રીતે ઇમ્પ્રેસ કરવાનો પ્રયાસ ન કરો
સામાન્ય રીતે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે ટૂર દરમિયાન એકબીજા સામે બેસ્ટ દેખાય અને વર્તન સારૂ કરે, કે તેને સ્પેશિયલ ફીલ કરાવવાનો પ્રયાસ કરો, પરંતુ આમ કરવું તમારા પાર્ટનરને ફેક લાગી શકે છે. પ્રયાસ કરો કે તમે જેવા છો તેવા દેખાવ. કારણ કે જો તમે એક્ટિંગ કરશો તો એક દિવસ સત્ય સામે આવશે, તેથી નેચરલ રહેવું સારૂ છે.

3. વધુ પડતા ફોટા ન પાડો
કપલની ઈચ્છા હોય છે જ્યારે તે પ્રથમવાર એક સાથે ટ્રાવેલ કરી રહ્યાં છે તો આ યાદીનો સાચવીને રાખવા તે હંમેશા ફોટો પાડવાનો પ્રયાસ કરે છે. અમે તેવું નથી કહી રહ્યાં છે ફોટા ક્લિક ન કરવા જોઈએ, પરંતુ તેના પર માત્ર ફોકસ ન કરો.  પરંતુ મોમેન્ટની મજા પણ માણો.

4. માત્ર હોટલમાં સમય ન પસાર કરો
ઘણીવાર કપલ એવી શાનદાર બોટલ બુક કરે છે અને તેમાં શાનદાર રૂપ, સ્વીમિંગ પૂલ, સપા જિમ જેવી એટલી ફેસિલિટી હોય છે, જેના કારણે રૂમ અને હોટલથી બહાર નિકળવાનું નામ નથી કરતું, પરંતુ તમારે બહાર નિકળીને તેનો નજારો પણ જોવો જોઈએ, જેથી તમે એક ખુશ માહોલ પસાર કરી શકો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news