Monsoon Flies: ચોમાસામાં વધી જતી માખીથી મુક્તિ અપાવશે આ 5 વસ્તુઓ, ઘરમાં નહીં ફરકે એક પણ માખી

Monsoon Flies: ચોમાસા દરમિયાન જો તમે પણ માખીના ત્રાસથી પરેશાન થઈ જાવ છો તો આજે તમને કેટલાક એવા ઘરેલુ ઉપાય જણાવીએ જેને કરશો તો માખી ઘરમાંથી ભાગવા મજબૂર થઈ જશે.

Monsoon Flies: ચોમાસામાં વધી જતી માખીથી મુક્તિ અપાવશે આ 5 વસ્તુઓ, ઘરમાં નહીં ફરકે એક પણ માખી

Monsoon Flies: વરસાદી વાતાવરણમાં માખીનો ત્રાસ વધી જતો હોય છે. ઘણા ઘરમાં તો દિવસ દરમિયાન માખીના ઝુંડ ડેરો જમાવી લેતા હોય છે. ખાસ કરીને રસોડામાં અને ભીની હોય તે જગ્યાઓમાં માખી સૌથી વધુ ફરે છે. દિવસ દરમિયાન માખી એટલો ત્રાસ કરે છે કે શાંતિથી બેસી પણ શકાતું નથી અને ઊંઘી પણ શકાતું નથી. સાથે જ માખી ખાવા પીવાની વસ્તુઓને પણ ખરાબ કરે છે. ચોમાસા દરમિયાન જો તમે પણ માખીના ત્રાસથી પરેશાન થઈ જાવ છો તો આજે તમને કેટલાક એવા ઘરેલુ ઉપાય જણાવીએ જેને કરશો તો માખી ઘરમાંથી ભાગવા મજબૂર થઈ જશે. 

માખીથી છુટકારો મેળવવાના ઉપાય 

વિનેગર 

એક ગ્લાસમાં વિનેગર લીંબુ અને તેમાં ડીશ સોપના થોડા ટીપા ઉમેરો. હવે રસોડામાં જે પ્લાસ્ટિક રેપ નો ઉપયોગ થતો હોય તેનાથી ગ્લાસ ને ઢાંકી દો. ગ્લાસની ઉપરના ભાગ પર જે પ્લાસ્ટિક હોય તેના પર ટૂથપીક થી કાણા કરી દો. હવે જે જગ્યાએ માખી સૌથી વધુ હોય ત્યાં આ ગ્લાસ ને રાખી દો. માખી એક વખત ગ્લાસમાં જશે પછી બહાર નીકળી નહીં શકે. 

મીઠાનું પાણી 

એક ગ્લાસમાં બે ચમચી મીઠું ભરો અને પાણી ઉમેરો. હવે આ પાણીને સ્પ્રે બોટલમાં ભરીને ઘરમાં અલગ અલગ જગ્યાએ છાંટી દો. જે જગ્યાએ આ પાણી છાંટેલું હશે ત્યાં માખી બેસસે પણ નહીં. 

ફુદીનો અને તુલસી 

માખીને ભગાડવા માટે ફુદીનો અને તુલસી પણ ઉપયોગી છે. બંને વસ્તુના પાનને સૂકવી અને પાવડર બનાવી લેવો. હવે તેમાં જરૂર અનુસાર પાણી મિક્સ કરી લિક્વિડ તૈયાર કરો. ઘરની સફાઈ કરતી વખતે આ લિક્વિડનો ઉપયોગ કરશો તો માખીના ત્રાસથી મુક્તિ મળી જશે. 

કાળા મરી અને દૂધ 

એક ગ્લાસ દૂધમાં એક ચમચી કાળા મરીનો પાઉડર અને ત્રણ ચમચી ખાંડ ઉમેરો. હવે આ મિશ્રણને માખી સૌથી વધુ આવતી હોય ત્યાં રાખી દો. માખી દૂધ તરફ આકર્ષિત થશે પણ દૂધમાં રહેલો મરી પાવડર માખીથી છુટકારો અપાવી દેશે. 

કાર્નિવોરસ

આ એક એવો છોડ છે જે મચ્છર, માખી અને નાના જીવજંતુને ખાઈ જાય છે. જો ઘરમાં માખી કે મચ્છરનો ત્રાસ વધારે હોય તો ઘરની અંદર કે ઘરની બહાર આ છોડ રાખી શકાય છે. આ છોડ ઘરમાં રાખશો તો માખી, મચ્છર ઘરમાં આવતા બંધ થઈ જશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news