5 દુલ્હેરાજા સાથે સુહાગરાત મનાવી દુલ્હને કર્યો એવડો મોટો કાંડ...2 રાજ્યની પોલીસના વરરાજાઓને પકડવા ધમપછાડા

લૂંટનારી લૂંટેરી દુલ્હનો વિશે તો તમે ઘણું સાંભળ્યું હશે. મોટાભાગના કેસોમાં તમે એવું પણ સાંભળ્યું હશે કે પોલીસ આવી લૂંટેરી દુલ્હનની શોધમાં છે પરંતુ અહીં એક એવો કિસ્સો જોવા મળ્યો છે કે જેમાં પોલીસ દુલ્હનને નહીં પરંતુ એવા દુલ્હેરાજાઓને શોધી રહી છે જેને આ દુલ્હન અત્યાર સુધીમાં લૂંટી ચૂકી છે. કારણ જાણીને સ્તબ્ધ થઈ જશો. 

5 દુલ્હેરાજા સાથે સુહાગરાત મનાવી દુલ્હને કર્યો એવડો મોટો કાંડ...2 રાજ્યની પોલીસના વરરાજાઓને પકડવા ધમપછાડા

પૈસા ઊભા કરવાના ચક્કરમાં લોકોને લૂંટનારી લૂંટેરી દુલ્હનો વિશે તો તમે ઘણું સાંભળ્યું હશે. મોટાભાગના કેસોમાં તમે એવું પણ સાંભળ્યું હશે કે પોલીસ આવી લૂંટેરી દુલ્હનની શોધમાં છે પરંતુ અહીં એક એવો કિસ્સો જોવા મળ્યો છે કે જેમાં પોલીસ દુલ્હનને નહીં પરંતુ એવા દુલ્હેરાજાઓને શોધી રહી છે જેને આ દુલ્હન અત્યાર સુધીમાં લૂંટી ચૂકી છે. કારણ જાણીને સ્તબ્ધ થઈ જશો. 

શું છે મામલો
મીડિયા રિપોર્ટ મુજબ વાત જાણે એમ છે કે એક 20 વર્ષની લૂંટેરી દુલ્હને પાંચ યુવકો સાથે લગ્ન કરીને તેમને લૂંટી લીધા. દુલ્હીન બધા દુલ્હેરાજાઓને રાતોરાત છોડીને માલપાણી સમેટીને રફુચક્કર થઈ ગઈ. જ્યારે આ લૂંટેરી દુલ્હનને પોલીસે પકડી તો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. વિગતો જાણીને તમે પણ દંગ રહી જશો. આ યુવતી એચઆઈવી પોઝિટિવ નીકળી. આ  કારણે હવે પોલીસ એવા યુવકોની પણ શોધ કરી રહી છે જે આ લૂંટેરી દુલ્હનના સંપર્કમાં આવ્યા હતા. જેથી કરીને તેમની સારવાર થઈ શકે. 

ગર્ભવતી થતા ખુલાસો થયો
એક લૂંટેરી દુલ્હન લગ્ન બાદ થોડા દિવસોમાં દુલ્હેરાજાને લૂંટીને ફરાર થઈ જવાની ફરિયાદ ઉઠતા પોલીસે 6 મે 2024ના રોજ તેને ઘરમાંથી દબોચી. આ યુવતી ત્યારે ગર્ભવતી હતી. આવામાં જ્યારે તેનું મેડિકલ કરાવવામાં આવ્યું તો તે એચઆઈવી પોઝિટિવ નીકળી. આ જાણકારી સામે આવતાની સાથે જ પોલીસના હોશ ઉડી ગયા. કારણ કે જે યુવકોના તે સંપર્કમાં આવી હતી તેમના એચઆઈવી પોઝિટિવ હોવાના ચાન્સ વધી ગયા હતા અને આવામાં હવે પોલીસ એવા યુવકોની પણ શોધમાં લાગી ગઈ છે. 

બે રાજ્યોમાં પાંચ યુવકો સાથે લગ્ન
મળતી માહિતી મુજબ લૂંટેરી દુલ્હને પોલીસ પૂછપરછમાં જણાવ્યું છે કે તેણે લગભગ 5 યુવકો સાથે લગ્ન કર્યા હતા. પરંતુ પોલીસને શક છે કે યુવકોની સંખ્યા વધુ હોઈ શકે છે. યુવતીની ગેંગ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં વધુ સક્રિય રહે છે. 

એચઆઈવી પોઝિટિવ નીકળતા જ આ યુવતીની સારવાર શરૂ કરી દેવાઈ છે. આ મામલે જેલ અધિક્ષકે જણાવ્યું કે દુલ્હનને એઆરટી થેરેપી આપવામાં આવી રહી છે. જ્યારે તેની સાથે લગ્ન કરનારા દુલ્હેરાજાઓની પણ શોધ ચાલુ છે. જેથી કરીને તેમની પણ તપાસ કરીને સારવાર થઈ શકે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news