Weight Control Tips: પેટની લબડતી ચરબીથી પરેશાન હોવ તો અજમાવો આ ઉપાય, બોડી બનશે સ્લિમ-ટ્રિમ

 જો તમે પણ એવી જ એક પેટની ચરબીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા હોવ તો આજે અમે તમને તેનાથી છૂટકારો મેળવવા માટે કેટલાક ઉપાય જણાવીશું જે મસાલા તમારા ઘરમાં જ રહેલા છે અને તેના ઉપયોગથી તમે સરળતાથી ચરબીથી છૂટકારો મેળવી શકો છો. 

Weight Control Tips: પેટની લબડતી ચરબીથી પરેશાન હોવ તો અજમાવો આ ઉપાય, બોડી બનશે સ્લિમ-ટ્રિમ

How to Lose Weight: આજકાલ ઘર ચલાવવાની જદ્દોજહેમતમાં લોકો દિવસ રાત એક કરીને કામ કરતા હોય છે. જેના કારણે તેમના ખાવા પીવાના અને સૂવાના ટાઈમ ડિસ્ટર્બ  થઈ ગયેલા જોવા મળે છે. જેની અસર તેમના સ્વાસ્થ્ય ઉપર પડે છે. પોતાના ડાયટમાં ધ્યાન ન રાખવાના કારણે લોકો મોટાપાનો ભોગ બની રહ્યા છે. જો તમે પણ એવી જ એક પેટની ચરબીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા હોવ તો આજે અમે તમને તેનાથી છૂટકારો મેળવવા માટે કેટલાક ઉપાય જણાવીશું જે મસાલા તમારા ઘરમાં જ રહેલા છે અને તેના ઉપયોગથી તમે સરળતાથી ચરબીથી છૂટકારો મેળવી શકો છો. 

રોગ પ્રતિકારક ક્ષમતા મજબૂત થાય છે
આયુર્વેદના જાણકારોના જણાવ્યા મુજબ  રોજ સવારે મધ અને તજ બંનેનું સેવન કરવું એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ગણાય છે. તજમાં એન્ટી ફંગલ, એન્ટી ઓક્સીડન્ટ અને એન્ટી વાયરલ ગુણ મળી આવે છે. જે શરીરની રોગ પ્રતિકારક ક્ષમતાને મજબૂત કરવાનું કામ કરે છે. જો તમે તજ સાથે મધને પણ ભેળવી લો તો વધુ સારું. આ બંનેના મિશ્રણથી શરદી, ઊધરસ જેવી અનેક બીમારીઓ દૂર ભાગે છે. 

કોઈ સાઈડ ઈફેક્ટ નહીં
જે લોકો વધતી ચરબીની સમસ્યાથી પરેશાન હોય તેમના માટે મધ અને તજનું સેવન કમાલનું કામ કરે છે. તેને પીવાથી વજન ધીરે ધીરે ઓછું થાય છે અને બોડી સ્લિમ અને ટ્રિમ થાય છે. મોટી વાત એ છે કે આ આયુર્વેદિક નુસ્ખાની કોઈ સાઈડ ઈફેક્ટ થતી નથી એટલે કે તમારું સ્વાસ્થ્ય એકદમ ફિટ અને ચુસ્ત રહે છે. 

ચા બનાવવાની રીત
તજ અને મધની ચા બનાવવા માટે તમારે એક કપ પાણીમાં એક ચતુર્થાંશ ચમચી તજનો પાઉડર ભેળવી લેવો. ત્યારબાદ આ પાણીને 2-3 મિનિટ ઉકાળો. પછી તે પાણીને કપમાં કાઢીને તેમાં એક ચમચી મધ ભેળવી લો. ત્યારબાદ તે પી જાઓ. આમ તો આ પીણું તમે ગમે ત્યારે પી શકો છો પરંતુ જો સવારના સમયે ખાલી પેટે પીશો તો તેનો ફાયદો વધુ થશે. રોજ સેવન કરવાથી ગણતરીના સપ્તાહમાં તેના પરિણામ તમને જોવા મળશે. 

(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news