મુકેશ અંબાણીના આ શેરમાં આવી શકે છે 40 ટકા સુધીની તેજી, નિષ્ણાંતોએ કહ્યું- ખરીદી લો

Mukesh Ambani: મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. બ્રોકરેજ હાઉસ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેરને લઈને બુલિશ છે. છેલ્લા બે દિવસમાં આરઆઈએલના શેરમાં તેજી જોવા મળી રહી છે. 

મુકેશ અંબાણીના આ શેરમાં આવી શકે છે 40 ટકા સુધીની તેજી, નિષ્ણાંતોએ કહ્યું- ખરીદી લો

નવી દિલ્હીઃ દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝ (Reliance Industries)ના શેરમાં આવનારા સમયમાં તોફાની તેજી જોવા મળી શકે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના ચેરમેન મુકેશ અંબાણીની કંપનીનો આ શેર રોકેટ બની શકે છે. હકીકતમાં બ્રોકરેજ હાઉસ  મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ લિમિટેડ (Reliance Industries) ના શેરને લઈને બુલિશ છે. નિષ્ણાંતો પ્રમાણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના શેરમાં નફો કમાવા માટે રોકાણકારો આ શેરને પોતાના પોર્ટફોલિયોમાં એડ કરી શકે છે. આ શેર અત્યારે 20 ટકા સસ્તો ચાલી રહ્યો છે. રિલાયન્સના શેરમાં હાલમાં ઘટાડો જોવા મળ્યો છે. કંપનીના શેર વર્તમાનમાં પોતાના ઉચ્ચતમ સ્તર 2856.15 રૂપિયાના લેવલથી નીચે આવીને ટ્રેડ કરી રહ્યાં છે. તમે બજારમાં કોઈપણ સ્ટોકમાં રોકાણ કરતા પહેલા એકવાર તમારા નાણાકીય સલાહકારની મદદ લઈ શકો છો. 

2900ને પાર થઈ શકે છે શેરનો ભાવ
નોંધનીય છે કે સીએલએસએ, જેપી મોર્ગન, કોટક ઈન્સ્ટીટ્યૂશનલ ઇક્વિટીઝ અને જેફરીઝ સહિત બ્રોકરેજ હાઉસે છેલ્લા કેટલાક દિવસમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર પોતાની બાય રેટિંગને પુનરાવર્તિક કરી છે. હાલમાં આવેલા ઘટાડાને કારણે શેરની કિંમત સસ્તી છે. એક્સપર્ટ પ્રમાણે સ્ટોક રેન્જ પર તેની ટાર્ગેટ પ્રાઇઝ 2900 અને 3100 રૂપિયા વચ્ચે છે. જો સોમવારના બંધ ભાવ પ્રમાણે જોવામાં આવે તો આ 40 ટકા વધુ છે. સોમવારે રિલાયન્સના શેર 1.6 ટકાના વધારા સાથે 2238.80 રૂપિયાના સ્તર પર બંધ થયા હતા. 

આ કારણે શેરના ભાવમાં થયો ઘટાડો
કોટક ઈન્સ્ટીટ્યૂશનલ ઇક્વિટીઝ પ્રમાણે આઈઆરએલનું વર્તમાન ખરાબ પ્રદર્શન ચોંકાવનારૂ છે. બ્રોકરેજ પ્રમાણે ટેલીકોમ સ્પેસમાં ટેરિફના વધારામાં વિલંબ થયો છે. પરંતુ તેનાથી માર્કેટ શેરમાં તેજી આવી શકે છે. આ રિલાયન્સ જિયો માટે સારૂ રહી શકે છે. બજાર મૂડીકરણ પ્રમાણે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સે પાછલા સપ્તાહે એક વર્ષમાં પોતાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ હતી. એક્સપર્ટ પ્રમાણે વિદેશી રોકાણકારો દ્વારા બિકવાલીને કારણે સ્ટોક દબાવમાં છે. તે 2023માં અત્યાર સુધી 12 ટકાથી વધુ નીચે છે. 

RIL ના શેરમાં આવી તેજી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરમાં આજે તેજી જોવા મળી રહી છે. આજે રિલાયન્સનો શેર 0.51 ટકાના વધારા સાથે 2249 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news