Vitamin E: વિટામિન ઈ નો વાળમાં આ રીતે કરો ઉપયોગ, હેર સ્પા કે ટ્રીટમેન્ટ કરાવાનની નહીં પડે જરૂર
Vitamin E:વિટામિન ઈ એક નેચરલ એન્ટી ઓક્સીડન્ટ છે જે વાળનો ગ્રોથ અનેકગણો વધારે છે. રીસર્ચ અનુસાર વિટામિન ઈ વાળને ખરતા અટકાવે છે. નિયમિત રીતે યોગ્ય માત્રામાં તેનું સેવન કરવામાં આવે તો વાળનો ગ્રોથ વધે છે. તેનાથી વાળને મજબૂતી મળે છે. વાળ માટે વિટામિન ઈ યુક્ત તેલનો ઉપયોગ પણ કરી શકાય છે.
Trending Photos
Vitamin E: લાંબા, કાળા અને રેશમી વાળ સુંદરતા વધારવાની સાથે પર્સનાલિટીમાં પણ નિખાર લાવે છે. જો વાળ ડલ, ડેમેજ હોય તો તે પર્સનાલિટીને પણ અસર કરે છે. આજના સમયમાં ઘણીવાર મહિલાઓ વ્યસ્ત શેડ્યુલના કારણે વાળની સંભાળ પર ધ્યાન આપી શકતી નથી. જેના કારણે વાળ સંબંધિત સમસ્યા થઈ જાય છે. આવી સમસ્યાઓને દુર કરવાનું કામ વિટામિન ઈ કરી શકે છે.
વિટામિન ઈ એક નેચરલ એન્ટી ઓક્સીડન્ટ છે જે વાળનો ગ્રોથ અનેકગણો વધારે છે. રીસર્ચ અનુસાર વિટામિન ઈ વાળને ખરતા અટકાવે છે. નિયમિત રીતે યોગ્ય માત્રામાં તેનું સેવન કરવામાં આવે તો વાળનો ગ્રોથ વધે છે. તેનાથી વાળને મજબૂતી મળે છે. વાળ માટે વિટામિન ઈ યુક્ત તેલનો ઉપયોગ પણ કરી શકાય છે.
વિટામિન ઈ યુક્ત તેલથી માથામાં મસાજ કરવાથી બ્લડ સર્કુલેશન વધે છે અને વાળને જરૂરી પોષણ મળે છે. બેસ્ટ અને તુરંત રીઝલ્ટ માટે વાળ ધોવાના હોય તેની 30 મિનિટ પહેલા વાળમાં વિટામિન ઈ યુક્ત ઓઈલથી મસાજ કરવી. વિટામિન ઈ યુક્ત શેમ્પૂ પણ માર્કેટમાં મળે છે તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો.
વિટામિન ઈ યુક્ત તેલનો ઉપયોગ કરવાની સાથે તમે તેને ડાયટમાં પણ સામેલ કરી શકો છો. વિટામિન ઈ માટે ડ્રાયફ્રુટ જેમકે અખરોટ, બદામ ખાઈ શકાય છે. આ બંને વસ્તુમાં ભરપુર માત્રામાં વિટામિન ઈ હોય છે. આ સિવાય પીનટ બટર, સનફ્લાવર સીડ્સ, સોયા ઓઈલ, સનફ્લાવર ઓઈલ, પાલક, બ્રોકલી પણ ખાઈ શકાય છે. તેમાં પણ ભરપુર માત્રામાં વિટામિન ઈ હોય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે