Curd For Hair: વાળમાં દહીં લગાડવાથી ખરેખર ફાયદો થાય ? જાણો એક્સપર્ટ પાસેથી સાચો જવાબ
Curd For Hair: લાંબા, કાળા અને પ્રાકૃતિક રીતે ચમકદાર વાળ માટે લોકો અલગ અલગ હેર પ્રોડક્ટનો ઉપયોગ કરે છે અને સાથે જ ટ્રીટમેન્ટ પણ કરાવતા રહે છે. જોકે વાળની ટ્રીટમેન્ટ પર 1 પણ રૂપિયો ખર્ચ કર્યા વિના પણ તમે વાળને નેચરલી સુંદર બનાવી શકો છો. આ કામ રસોડામાં રહેલી એક વસ્તુ કરી શકે છે.
Trending Photos
Curd For Hair: દરેકનું સપનું હોઈ શકે તેના વાળ સૌથી સુંદર હોય. લાંબા, કાળા અને પ્રાકૃતિક રીતે ચમકદાર વાળ માટે લોકો અલગ અલગ હેર પ્રોડક્ટનો ઉપયોગ કરે છે અને સાથે જ ટ્રીટમેન્ટ પણ કરાવતા રહે છે. જોકે વાળની ટ્રીટમેન્ટ પર 1 પણ રૂપિયો ખર્ચ કર્યા વિના પણ તમે વાળને નેચરલી સુંદર બનાવી શકો છો. આ કામ રસોડામાં રહેલી એક વસ્તુ કરી શકે છે.
આપણા ઘરમાં રોજ દહીં બનતું જ હોય છે. સ્વાદિષ્ટ દહીં સ્વાસ્થ્યને ફાયદો કરે છે. આ દહીં વાળ માટે પણ રામબાણ ઈલાજ સાબિત થાય છે. દહીંમાં રહેલું પ્રોટીન, વિટામિન અને ખનીજ વાળને મજબૂત બનાવે છે અને તેનો ગ્રોથ વધારે છે. સાથે જ વાળમાં જો ડેન્ડ્રફ જેવી સમસ્યા હોય તો તેનાથી છુટકારો મેળવવામાં પણ મદદ કરે છે. આજે તમને વાળમાં દહીં લગાડવાથી કયા ફાયદા થાય છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જણાવીએ.
વાળમાં દહીં લગાડવાથી થતા ફાયદા
- દહીમાં જે પ્રોટીન હોય છે તે વાળને મજબૂત બનાવવા મદદ કરે છે. તેનાથી વાળ તૂટતા નથી અને ગ્રોથ વધે છે.
- દહીમાં એન્ટિફંગલ ગુણ હોય છે જે ડેન્ડ્રફને દૂર કરવામાં મદદ કરે છે. દહીં લગાડવાથી સ્કેલ્પમાં થતી બળતરા અને ખંજવાળ ઘટે છે.
- દહીંમાં લેક્ટિક એસિડ હોય છે જે વાળને મુલાયમ અને ચમકદાર બનાવે છે. તે વાળને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે.
- જો તમે વાળમાં દહીં લગાડો છો તો વાળનો ગ્રોથ સારો થાય છે. દહીંમાં રહેલું વિટામિન બી વાળને ઝડપથી લાંબા કરે છે.
- જે લોકોને વાળમાં ડેન્ડ્રફ હોય છે તેમને દહીંનો ઉપયોગ કરવો જોઈએ. દહીંમાં એન્ટિડેન્ડ્રફ ગુણ હોય છે.
વાળમાં દહીં લગાડવાની રીત
વાળમાં દહીં લગાડવું હોય તો સૌથી પહેલા વાળને શેમ્પુથી ધોઈ કોરા કરી લેવા. ત્યાર પછી દહીંને વાળમાં સારી રીતે લગાડો. 30 મિનિટ માટે દહીંને વાળમાં રહેવા દો અને પછી માઈલ્ડ શેમ્પુથી હેર વોશ કરો.
દહીમાં કઈ કઈ વસ્તુ મિક્સ કરી શકાય ?
વાળમાં એકલું દહીં પણ લગાડી શકાય છે. આ સિવાય દહીંમાં તમે મધ, લીંબુનો રસ કે એલોવેરા જેલ પણ મિક્સ કરી શકો છો. દહીંમાં ઉપર જણાવેલી કોઈ વસ્તુ મિક્સ કરો છો તો 20 મિનિટ સુધી જ વાળમાં દહીં લગાવી રાખો ત્યાર પછી વાળને શેમ્પુ કરી લો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે