Gua Sha Stone: સ્કીન કેરમાં વધ્યો આ કોરિયન પથ્થર યુઝ કરવાનો ટ્રેંડ, જાણો આ પથ્થરથી ત્વચાને થતા લાભ વિશે

Gua Sha Stone: છેલ્લા કેટલાક સમયથી બ્યુટી ટ્રીટમેંટમાં ગુઆ શા સ્ટોનનો ઉપયોગ વધ્યો છે. એમ કહીએ તો ચાલે કે આ પથ્થર ટ્રેંડમાં છે. કોરિયાની બ્યુટી ટ્રીટમેંટમાં આ પથ્થરનો ઉપયોગ વધારે થાય છે. તેનાથી ફેસને નેચરલ ગ્લો મળે છે અને ચહેરો અપલિફ્ટ થાય છે. આજે તમને આ પથ્થર વિશે બધી જ જાણકારી આપીએ.

Gua Sha Stone: સ્કીન કેરમાં વધ્યો આ કોરિયન પથ્થર યુઝ કરવાનો ટ્રેંડ, જાણો આ પથ્થરથી ત્વચાને થતા લાભ વિશે

Gua Sha Stone: માર્કેટમાં ચેહરાની સુંદરતા વધારે તેવા ઘણા બધા બ્યુટી પ્રોડક્ટ અને ટુલ્સ મળવા લાગ્યા છે. જેમાં સૌથી વધુ ટ્રેન્ડ કરી રહ્યો છે એક પથ્થર. આ પથ્થરને ગુઆ શા સ્ટોન કહે છે. કોરિયન સ્કીન કેર અને બ્યુટી ટ્રીટમેન્ટમાં આ પથ્થરનો ઉપયોગ સૌથી વધુ કરવામાં આવે છે. જેનો ઉપયોગ હવે ભારતમાં પણ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. પરંતુ તેમ છતાં ઘણા લોકો એવા હશે જેને આ પથ્થરનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેનાથી શું ફાયદા થાય તે ખબર નહીં હોય. તો ચાલો આજે તમને જણાવીએ કે ગુઆ શા સ્ટોન થી ચહેરાની સુંદરતામાં શું ફરક પડે છે ? શા માટે લોકો તેનો ઉપયોગ કરવાનું પસંદ કરી રહ્યા છે?

ગુઆ શા સ્ટોનથી થતા ફાયદા 

ગુઆ શા સ્ટોનથી સ્કીન પર મસાજ કરવાથી સ્કીન સેલ્સ હેલ્થી બને છે. તેનો ઉપયોગ કરવાથી એજિંગની પ્રોસેસ સ્લો કરવામાં મદદ મળે છે. આ પથ્થરથી ચહેરા પર મસાજ કરવાથી સ્કીન ફેટ ઘટે છે અને સ્કીન ટાઈટ થાય છે. જેના કારણે કરચલીઓ ઘટે છે અને ચહેરાની વધારાની ચરબી પણ ઓછી થાય છે. ગુઆ શા સ્ટોનથી સ્ટ્રેસ ઘટે છે. તેના વડે મસાજ કરવાથી રિલેક્સેશન મળે છે. આ પથ્થરથી ચહેરા પર મસાજ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. નિયમિત તેનો ઉપયોગ કરવાથી ફેસ એક્ને અને ખીલની સમસ્યા દૂર થાય છે. 

કેવી રીતે કરવો ચહેરા પર ઉપયોગ ?

ગુઆ શા સ્ટોનને યુઝ કરતા પહેલા ચહેરા પર ગુલાબ જળ, ટોનર અથવા તો કોઈ ફેસ સીરમ અપ્લાય કરવું જોઈએ. આ વસ્તુઓ અપ્લાય કર્યા પછી એક હાથ દાઢી પર રાખી બીજા હાથ વડે આ પથ્થરથી ચહેરા પર મસાજ કરવાની હોય છે.

ગુઆ શા સ્ટોનથી ચહેરા પર મસાજ કરવાની સાથે તમે આઇબ્રો મસાજ અને નેક મસાજ પણ કરી શકો છો. જો આઇબ્રો પર મસાજ કરવી હોય તો ગુઆ શા સ્ટોનને આઇબ્રોથી હેરલાઇન સુધી ઉપરની તરફ લઈ જઈ મસાજ કરવી. આ રીતે મસાજ કરવાથી માથાના દુખાવાથી પણ રાહત મળે છે અને સ્ટ્રેસ દૂર થાય છે. 

ગુઆ શા સ્ટોનથી નેક મસાજ પણ કરી શકાય છે. તેનાથી ગરદન પર મસાજ કરશો તો ડબલ ચીન અને ગરદન પર લટકતી ચરબી ઓછી થશે. ગરદન પર મસાજ કરવાની હોય તો સ્ટોનને ગરદનથી દાઢીની તરફ ઉપર લઈ જવો જોઈએ.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news