Kitchen Tips: સ્ટોર કરતી વખતે આ વાતનું રાખશો ધ્યાન તો 1 મહિના સુધી તાજા રહેશે લીંબુ
Kitchen Tips: ગરમીના દિવસોમાં ઉનાળાનો ઉપયોગ વધી જતો હોય છે. તેથી જ ગૃહિણીઓ બજારમાંથી એક સાથે લીંબુ લાવી અને સ્ટોર કરે છે જેથી જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય. શરૂઆતમાં લીંબુ તાજા રહે છે પરંતુ જેમ જેમ દિવસો પસાર થાય તેમ લીંબુ સુકાવા લાગે છે અથવા તો ખરાબ થઈ જાય છે.
Trending Photos
Kitchen Tips: ગરમીના દિવસોમાં ઉનાળાનો ઉપયોગ વધી જતો હોય છે. તેથી જ ગૃહિણીઓ બજારમાંથી એક સાથે લીંબુ લાવી અને સ્ટોર કરે છે જેથી જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય. પરંતુ લીંબુ એસિડિક હોય છે તેના કારણે તેને યોગ્ય તાપમાનમાં સ્ટોર કરવા જરૂરી હોય છે. જો લીંબુ ને બરાબર રીતે સ્ટોર કરવામાં ન આવે તો તે જલ્દી ખરાબ થઈ જાય છે. શરૂઆતમાં લીંબુ તાજા રહે છે પરંતુ જેમ જેમ દિવસો પસાર થાય તેમ લીંબુ સુકાવા લાગે છે અથવા તો ખરાબ થઈ જાય છે. તમારી સાથે પણ આવું થતું હોય તો આજે તમને લીંબુ સ્ટોર કરવાની પરફેક્ટ રીત જણાવીએ. લીંબુ ને આ રીતે તમે સ્ટોર કરશો તો તે કડક પણ નહીં થાય અને તમે ઘણા દિવસો સુધી લીંબુનો ઉપયોગ કરી શકશો.
આ પણ વાંચો:
1. લીંબુને સ્ટોર કરવા માટે સૌથી સારું ઓપ્શન એરટાઈટ કન્ટેનર છે. તેના માટે લીંબુ ને પહેલા ધોઈ અને કોરા કરી લેવા. ત્યાર પછી એક પોલીથીન બેગમાં પેક કરી તેને એર ટાઈટ કન્ટેનરમાં રાખી ફ્રિજમાં મૂકી દો.
2. લીંબુ લાંબા સમય સુધી ઉપયોગમાં આવે અને કડક ન થાય તેવી ઈચ્છા હોય તો લીંબુને સ્ટોર કરતા પહેલા તેના ઉપર થોડું તેલ લગાડી દો. તેનાથી લીંબુ ફ્રેશ રહેશે.
3. લીંબુને સ્ટોર કરવા માટે તમે ઝીપ લોક બેગ નો ઉપયોગ કરી શકો છો. પ્લાસ્ટિક કન્ટેનર ને બદલે તમે ઝીપ લોક બેગમાં લીંબુ સ્ટોર કરશો તો પણ તે લાંબા સમય સુધી ફ્રેશ રહેશે.
4. લીંબુને એલ્યુમિનિયમ ફાઇલમાં વીંટી અને ફ્રીજમાં સ્ટોર કરવાથી પણ 15 થી 20 દિવસ સુધી લીંબુ ખરાબ થતા નથી.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે