Fig Benefits: પુરૂષો માટે કામની વસ્તુ છે અંજીર, દરરોજ ખાવાથી મળશે જબરદસ્ત ફાયદા

Anjeer For Men's Health: આપણામાંથી મોટાભાગના લોકોએ અંજીરનું સેવન કર્યું જ હશે; તે ખાવામાં સ્વાદિષ્ટ છે અને સ્વાસ્થ્ય માટે પણ એટલું જ ફાયદાકારક છે.

Fig Benefits: પુરૂષો માટે કામની વસ્તુ છે અંજીર, દરરોજ ખાવાથી મળશે જબરદસ્ત ફાયદા

Fig Benefits For Men:  ભાગદોડ ભરેલી જિંગદીમાં પુરૂષોની જવાબદારી ઘણી વધી ગઈ છે. જેના કારણે તે ઘણીવાર પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતા નથી. ડાઇટ પ્લાન ખુબ જરૂરી છે બાકી પુરૂષો માટે લોન્ગ ટર્મમાં મુશ્કેલી થઈ શકે છે. જાણીતી ડાઇટીશિયન આયુષી યાદવે (Ayushi Yadav)એ ઝી ન્યૂઝને જણાવ્યું કે જો પુરૂષ દરરોજ અંજીરનું સેવન કરશે તો એક નહીં ઘણા ફાયદા મળી શકે છે.

અંજીર ખાવાથી પુરૂષોને થતા ફાયદા
કબજીયાતમાં મળશે આરામ

અંજીર એક એવુ ફળ છે જેને ફાઇબરનો સોર્સ માનવામાં આવે છે. તેના રેગુલર સેવનથી પાચનની સમસ્યા દૂર થાય છે. જે લોકોને કબજીયાતની સમસ્યા છે તેણે જરૂર અંજીરનું સેવન કરવું જોઈએ. કારણ કે તેનાથી મળ ત્યાગની સમસ્યા દૂર થાય છે.

વજન ઘટાડવામાં ઉપયોગી
અંજીરમાં ફાઇબરની માત્રા વધુ હોય છે અને તેનાથી પાચનતંત્ર સારૂ રહે છે અના સેવનથી ભૂખ લાગતી નથી. જેના કારણે અંજીર વજન ઘટાડવામાં પણ ઉપયોગી છે. 

હાર્ટના રોગથી બચાવ
ભારતમાં હાર્ટની સમસ્યાથી પીડિત લોકોની સંખ્યા વધુ છે, તેમાંથી મોટી સંખ્યામાં પુરૂષો પણ છે. પુરૂષો હંમેશા કામને લીધે ઘરની બહાર રહે છે અને વધુ ઓયલી ફૂડ ખાય છે. તેવામાં હાઈ કોલેસ્ટ્રોલ અને હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપૂર અંજીર ફળ ખાવાથી હાર્ટ સારૂ રહે છે કારણ કે તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. 

આ રીતે કરો અંજીરનું સેવન
અંજીર ખાવાની અનેક રીત છે. તેને પકાવીને અને કાચુ પણ ખાય શકાય છે. પરંતુ તેને સૂકવી ડ્રાઇ ફ્રૂટ્સની જેમ ખાવાનું ચલણ વધુ છે. જો પુરૂષ ઈચ્છે કે અંજીરના વધુ ફાયદા મળે તો તેને રાત્રે પાણીમાં પલાળી દો અને સવારે તેનું સેવન કરો. કેટલાક લોકો રાત્રે સૂતા પહેલા દૂધ સાથે પણ અંજીર ખાતા હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news