White Hair: માથાના સફેદ વાળથી છુટકારો મેળવવા માંગો છો? સવારે આ વસ્તુનો કરો ઉપયોગ

White Hair Home Remedies: આજકાલ 25થી 30 વર્ષની ઉંમરના લોકોને સફેદ વાળની પરેશાની આવી રહી છે. તેવામાં તમે આ ઘરેલૂ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. 

White Hair: માથાના સફેદ વાળથી છુટકારો મેળવવા માંગો છો? સવારે આ વસ્તુનો કરો ઉપયોગ

Fenugreek For Premature White Hair: વર્તમાન સમયમાં સફેદ વાળની સમસ્યા એટલી સામાન્ય થઈ ચુકી છે કે દરેક ઉંમર ગ્રુપના લોકો તેના શિકાર છે. નાની ઉંમર વાળ સફેદ થઈ જવાને કારણે લોકોને ચિંતા, સ્ટ્રેસ, શરમ અને લો કોન્ફિડેન્સનો શિકાર થવું પડે છે. તે માટે કેમિકલ યુક્ત હેર ડાઈનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તેના કારણે વાળને નુકસાન પહોંચી શકે છે.

નાની ઉંમરમાં સફેદ વાળ કરે છે પરેશાન
વાળ કાળા કરવા માટે મોંઘી પ્રોડક્ટ્સની જરૂર નથી, તમે નેચરલ રીતે સફેદ વાળને ફરી ડાર્ક કરી શકો છો. આવો જાણીએ કઈ વસ્તુ છે જેનો ઉપયોગ કરી વાળ ફરી કાળા કરી શકાય છે. 

સફેદ વાળને ફરીથી કાળા કરવાના ઉપાય
1. મેથીના દાણાને રાતના સમયે પાણીમાં પલાળી દો. સવારે તેની પેસ્ટ બનાવી માથા પર લગાવો, થોડા દિવસ આમ કરવાથી સફેદ વાળ દૂર થઈ જશે. 

2. મેથીના ઔષધીય ગુણોની ચર્ચા હંમેશા થાય છે, જો તમારા વાળ સફેદથી ડાર્ક કરવા છે તો 2 ચમચી મેથીના દાણાને પાણીમાં નાખીને ઉકાળી લો અને ઠંડા કરી લો. હવે આ પાણીથી વાળને સાફ કરો. 

3. વાળનું સ્વાસ્થ્ય સારૂ કરવા માટે મેથીનો ઉપયોગ ખુબ કરવામાં આવે છે. જો તમે આ મસાલાની સાથે ગોળનું સેવન કરશો તો સફેદ વાળની સમસ્યામાંથી છુટકારો મળશે. આ સિવાય મેથી હેર ફોલ રોકવામાં પણ અસરકારક છે. 

4. મેથીના દાણાને પીસીને પાઉડર તૈયાર કરી લો અને તેમાં લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને વાળના મૂળમાં લગાવો. આમ કરવાથી સફેદ વાળ કાળા થઈ જશે. 

5. નાળિયેર તેલને સ્કિન અને વાળ માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેની સાથે જો મેથીના દાણાને પીસીને માથા પર લગાવી લો તો વાળ કાળા થવાની સાથે વાળ ખરવાની સમસ્યામાંથી પણ છુટકારો મળી જશે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસ્ખા અને સામાન્ય માહિતી પર આધારિત છે. તમે ડોક્ટરની સલાહ લઈ શકો છો. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news