ન પીંજરૂં, ન ઝેર, ઘરમાંથી ઉંદરોનું ભગાડવાનું કામ કરશે કિચનના આ 4 મસાલા

Home Remedy For Rats: વરસાદની સીઝનમાં ઉંદરોનો આતંક વધુ વધી જાય છે. તેવામાં તેનાથી છુટકારો મેળવવા માટે અહીં જણાવવામાં આવેલા ઘરેલું ઉપાય કામ આવી શકે છે. 
 

ન પીંજરૂં, ન ઝેર, ઘરમાંથી ઉંદરોનું ભગાડવાનું કામ કરશે કિચનના આ 4 મસાલા

નવી દિલ્હીઃ ઘરમાં ઉંદરોનું આવવું સામાન્ય સમસ્યા છે. તેના કારણે ઘરમાં સામાનનો બગાડ થવા લાગે છે. તેથી ઘણા લોકો ઉંદરોથી છુટકારો મેળવવા માટે ઝેર અને પાંજરા જેવા વિકલ્પોને પસંદ કરે છે. પરંતુ ઘણીવાર તેના પરિણામ ખુબ નિરાશાજનક હોય છે. તેવામાં ઉંદરોને માર્યા વગર તેને ભગાડવાના ઉપાયો વિશે જાણો. 

શું તમે જાણો છો, ઉંદરોને માર્યા વિના કે પકડ્યા વિના હંમેશ માટે છુટકારો મેળવવો ખૂબ જ સરળ છે. સૌથી સારી વાત એ છે કે તમારે આ માટે અલગથી કંઈ ખર્ચ કરવાની પણ જરૂર નથી. કારણ કે તમારા રસોડામાં ઉપયોગમાં લેવાતા કેટલાક મસાલા ઉંદરને જીવડાંની જેમ કામ કરે છે. આવી સ્થિતિમાં, જો તમે વરસાદની મોસમમાં ઘરમાં ઉંદરોના આવવાથી પરેશાન છો, તો અહીં જણાવેલા ઉપાય તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

તજ
તજની ગંધ લાંબો સમય સુધી ઉંદરો સહન કરી શકયા નથી. તેવામાં તજને કારણે તે દૂર ભાગવા લાગે છે. તમે ઉંદરોથી છુટકારો મેળવવા માટે ઘરમાં ચારે તરફ તજનો પાઉડર છાંટી શકો છો. તમે પાણીમાં તજના તેલના કેટલાક ટીંપા મિક્સ કરો અને તેનો સ્પ્રે ઘરમાં ચારે તરફ છાંટો. 

લાલ મરચું
ઉંદરોને ભગાડવા માટે તમે લાલ મરચાનો પણ ઉપયોગ કરી શકે છે. તે માટે સ્પ્રેવાળા બોટલમાં પાણી ભરી તેમાં 4-5 ચમચી મરચુ પાઉડર મિક્સ કરી લો. હવે તેને ઘરના ખુણા-ખુણા અને ઉંદરોના દરની પાસે છાંટી દો. આમ કરવાથી બીજા કીડા-મકોડા પણ ઘરમાંથી સાફ થઈ જાય છે. 

તમાલપત્ર
રસોઈમાં તમે તમાલપત્ર નાખો છો તો તમારે ઉંદરોથી ડરવાની જરૂર નથી. કારણ કે તમે તેની મદદથી ઉંદરડાને એકવાર સાફ કરી શકો છો. તમારે તે માટે મહેનત કરવાની જરૂર નથી. બસ તમાલપત્રના કટકા કરી ઉંદરોની આવવાની જગ્યા પાસે રાખી દો. તમને ખબર પણ નહીં પડે અને ઉંદરો ઘરમાંથી ગાયબ થઈ જશે. 

કાળુ મરચું
કાળા મરચાના તીખા સ્વાદ અને સુગંધને કારણે ઉંદરો તેની આસપાસ પણ ફરકતા નથી. તેવામાં તમે ઘરમાં ઉંદરોથી પરેશાન છો તો ઘરના ખુણામાં કાળા મરચાના બે-ત્રણ દાણા રાખી દો. કે પછી કાળા મરચા પાઉડરને પાણીની સાથે ઉકાળી સ્પ્રે પણ કરી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news